Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ચૂંટણી માહોલ વચ્‍ચે શહેરમાં લગ્નોની ભરમાર

લગ્નસરાની નવી સિઝનને નડેલું શુક્રાસ્‍તનું ગ્રહણ દૂર થયુ : હવે કમૂરતા સુધીમાં ૧૦ મુહૂર્ત : ૧૬ ડિસેમ્‍બરથી ૧૪ જાન્‍યુઆરી સુધી ધનારક : ઓછા મુહૂર્તો વચ્‍ચે શહેરના વાડી-પ્‍લોટ હાઉસફૂલ

રાજકોટ તા. ૨૩ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ સુરત સહિત રાજયભરમાં ચૂંટણીનો માહોલ જામ્‍યો છે ત્‍યારે શુક્રદેવના ઉદય સાથે જ શહેરમાં લગ્નોની ભરમાર જોવા મળશે. લગ્નસરાની નવી સિઝનના આરંભે જ નડેલું શુક્રાસ્‍તનું ગહણ દૂર થયું છે. જયારે હવે ૧૬ ડિસેમ્‍બરથી શરૂ થતાં કમુરતા પૂર્વે લગ્નના ૧૦ જ મુહૂર્ત હોય સંખ્‍યાબંધ લગ્નોની સાથે જ શહેરના વાડી, પાર્ટી પ્‍લોટ હાઉસફૂલ  થઇ ગયા છે. કેટરિંગ અને લગ્ન આયોજનો સાથે સંકળાયેલા અન્‍ય ક્ષેત્ર, વેપાર-ઉઘોગમાં પણ હલચલ જોવા મળી રહી છે.

નોંધનીય છે કે, ગત ૪ નવેમ્‍બરના રોજ દેવઊઠી એકાદશી સાથે જ હિન્‍દુ ચાતુર્માસની પૂર્ણાહુતિ થઇ હતી. હિન્‍દુ શાષાો પ્રમાણે દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી સુધીના ચાર મહિના સુધી લગ્ન આયોજનો થતા નથી. ભગવાન વિષ્‍ણુ પાતાળ લોકમાં પોઢી જતાં હોવાની માન્‍યતાને આધારે લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. દિવાળી, નૂતન વર્ષની રંગારંગ ઉજવણી બાદ કારતક સુદ એકાદશીએ દેવઊઠી એકાદશીની ઉજવણી થાય છે. દેવઊઠી એકાદશીથી દેવદિવાળી સુધી મંદિરોમાં તુલસીવિવાહના પ્રસંગો ઉજવાય છે. તુલસી અને ભગવાન શાલિગ્નરામના લગ્ન સાથે જ લગ્નસરાની નવી સિઝન શરૂ થાય છે. જોકે, આ વર્ષે ૪ નવેમ્‍બરે દેવઊઠી એકાદશી હોવા છતાં શુક્રનો અસ્‍ત હોય લગ્નસરાને ગ્રહણ નડ્‍યું હતું. મહારાજ કિરીટદત્ત શુક્‍લએ જણાવ્‍યું હતું કે, શાષાો અને પંચાગપપ્રમાણે શુક્રનો અસ્‍ત, ગુરુનો અસ્‍ત, સૂર્યદેવનું ધન અને મીન રાશિમાં ભમણ હોય ત્‍યારે લગ્નો લેવાતા નથી.

ધનારક, મીનારક, શુક્રાસ્‍ત અને ગુરુનો અસ્‍ત હોય ત્‍યારે સામાન્‍યપણે લગ્નકાર્યો વર્જિત માનવામાં આવે છે. લગ્નસરાની નવી સિઝનના આરંભ વેળાએ જ શુક્રદેવનો અસ્‍ત હતો. ગત રે ઓક્‍ટોબરથી ૧૭ નવેમ્‍બર સુધી શુક્રનો અસ્‍ત હતો. જયારે ૧૭ નવેમ્‍બરે શુક્રદેવનો પヘમિે ઉદય થયો છે. ત્‍યારબાદ હવે રપ નવેમ્‍બરથી લગ્નના મુહૂતો છે. ૧૬ ડિસેમ્‍બરના શુક્રવારે સવારે ૯.૫૯ કલાકે સૂર્યદેવનો ધન રાશિમાં પ્રવેશ સાથે ધનારક શરૂ થશે અને ૧૪ જાન્‍યુઆરીએ શનિવારે સાંજે ૮.૪૬ વાગ્‍યા સુધી ધનારક રહેશે. એટલે કે ર૪ નવેમ્‍બરથી ૧૬ ડિસેમ્‍બર સુધીના સમયગાળા દરમિયાન રપ. ર૬, ૨૭, ર૮, ૨૯ નવેમ્‍બર, ર, ૪, ૮, ૯ અને ૧૪ ડિસેમ્‍બરે લગ્નના મુહૂર્ત છે. કમુરતા શરૂ થાય એ પહેલા ૧૦ મુહૂર્ત છે. લગ્નસરાના આરંભે જ ઓછા મુહૂર્ત હોય વર અને કન્‍યા પક્ષ દ્વારા ત્રણ મહિના પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. છેલ્લી ઘડીએ કેટરિંગ, મંડપ ડેકોરેશન અને અન્‍ય આયોજનો માટે ભાગદોડ કરનારાઓની ચિંતા વધી ગઇ છે. ઓછા મુહૂર્તને કારણે ૧૬ ડિસેમ્‍બર સુધી તમામ વાડી અને પાર્ટીપ્‍લોટ હાઉસફૂલ થઇ ગયા છે.

 

ચૂંટણી આચારસંહિતાને પગલે રોકડ વ્‍યવહારમાં ખેંચતાણ

૨૫ નવેમ્‍બરથી લગ્નમૂહુર્તો શરૂ થવાની સાથે જ શહેરમાં લગ્નોની શહેનાઇ ફરી ગુંજશે. જોકે, ચૂંટણી આચારસંહિતાને પગલે રોકડ વ્‍યવહારમાં ખેંચતાણ જોવા મળી રહી છે. શહેરમાં ઠેરઠેર આચારસંહિતાને પગલે રોકડ વ્‍યવહાર પર બાજનજર રાખવામાં આવી હોય. વિશેષ ચેકીંગ હાથ ધરાયું હોય ૫૦ હજારથી વધુની રોકડની અવરજવર કરવા ઇચ્‍છુક વર-કન્‍યા પક્ષ, લગ્ન આયોજકો વિસામણમાં મુકાઇ ગયા છે. હાલમાં શહેરમાં વેસુ, અડાજણ, પાલ સહિતના વિસ્‍તારમાં આવેલા પાર્ટી પ્‍લોટમાં ભવ્‍ય ઠાઠમાઠ સાથે લગ્ન આયોજનો કરવાની, રજવાડી ઠાઠ સાથેના મંડળ તૈયાર કરવાની હિલચાલ ચાલી રહી છે. એવામાં રોકડ વ્‍યવહારની મુકતપણે અવરજવર થઇ શકતી ન હોય થોડેઘણે અંશે ખેંચતાણ પણ જોવા મળી રહી છે.

(10:38 am IST)