Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રાજકોટ જનરલ ઓબર્ઝવર-પોલીસ ઓબર્ઝવર ઉપર પણ બે સ્‍પેશીયલ ઓબર્ઝવર મુકતુ ચૂંટણીપંચ

બંને અધિકારીઓ રાજકોટમાઃ કલેકટર કચેરીમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા

રાજકોટ તા.ર૩ : ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચુંટણી મો કેન્‍દ્રીય ચુંટણીપંચ દ્વારા અજય વી. નાયકની  સ્‍પેશ્‍યિલ જનરલ ઓબર્ઝવર તથા શ્રી દીપક મિશ્રાની સ્‍પેશિયલ પોલીસ ઓબ્‍ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવી છે . આ બંને નિરીક્ષકશ્રીઓ આજે રાજકોટ આવી પહોંચ્‍યા હતા અને જિલ્લા ચુંટણીતંત્ર સાથે બેઠક યોજીને ચુંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

બંને સ્‍પેશ્‍યિલ ઓબ્‍ઝર્વર દ્વારા જિલ્લામાં ચુંટણી મુકત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાય તે માટે ઇવીએમ મેનેજમેન્‍ટ, પોસ્‍ટલ બેલેટ સહિતના મુદે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. તેઓએ આઠ વિધાનસભા જનરલ ઓબ્‍ઝર્વર્સ પાસેથી તેમના અનુભવો જાણ્‍યા હતા. જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ આ તકે રાજકોટ જિલ્લામાં ચુંટણી તંત્ર દ્વારા  થઇ રહેલ  કામગીરીનો પરિચય આપ્‍યો હતો.આ બેઠકમાં  જનરલ ઓબ્‍ઝર્વસ સર્વશ્રી નિલમ મીના, શ્રી શિલ્‍પા ગુપ્‍તા,  શ્રી સુશીલકુમાર પટેલ, શ્રી વી.વી.જયોત્‍સના, શ્રી મિથીલેશ મિશ્રા, પ્રીતિ ગેહલોત, પોલીસ નિરીક્ષક એસ.પરીમાલા તેમજ શહેર પોલીસ કમિશ્‍ન્રશ્રી રાજુ ભાર્ગવ ચુંટણી ખર્ચ નોડલ અધિકારીશ્રી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠકકર, અધિક ચુંટણી અધિકારી એસ.જે.ખાચર ઉપસ્‍થિત રહયા હતા.

(11:35 am IST)