Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ગોંડલમાં સ્‍ટ્રોંગરૂમ ઓબ્‍ઝર્વર દ્વારા ચેકિંગ

રાજકોટ : રાજકોટ જિલ્લામાં વિધાનસભાની સામાન્‍ય ચુંટણી ર૦રરની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્‍યારે ૭૩ ગોંડલ વિધાનસભા બેઠકના ચુંટણી અધિકારી કે.વી.બાટીએ જણાવ્‍યું હતું કે ગોંડલમાં સંગ્રામસિંહજી હાઇસ્‍કુલ ખાતે ડિસ્‍પેચિંગ રિસીવીંગ સેન્‍ટરમાં ર૦ નવેમ્‍બરથી બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ, વીવીપેટ, તૈયાર કરી મતદાન મથકોએ ફાળવવાની  કામગીરી કરવામાં આવી હતી. આ સ્‍ટ્રોંગરૂમની જનરલ ઓબ્‍ઝર્વરશ્રી મિથિલેશ મિશ્રાએ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચનો આપ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે અહીં પોલીસ જવાનોનો ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો છે. તમામ તૈયારીઓ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી રહી છે. ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં સ્‍ટ્રોંગરૂમ ખોલવામાં અને બંધ કરવામાં આવતો હતો. તેમજ આ તમામ કામગીરી બેઠકના મદદનીશ ચુંટણી અધિકારીશ્રી હિતેશભાઇ ચાવડાના માર્ગદર્શન મુજબ કરવામાં આવી હતી.

(11:39 am IST)