Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

પોદાર જમ્‍બો કિડ્‍સ (ભકિતનગર) ખાતે અન હેલોવીન ઇવેન્‍ટ યોજાઇ

રાજકોટ : ભકિતનગરમાં પોદાર જમ્‍બો કિડસ  સ્‍કુલ એ શનિવારે બાળકોના ભૂત પ્રેત તથા અંધ વિશ્વાસથી  ફેલાયેલ ડરને દૂર કરવા માટે અન-હેલોવીન ઇવેન્‍ટનું આયોજન કર્યુ હતું. જેમાં બાળકો, વાલીઓ તથા વડીલોએ પણ અવનવી પ્રવૃતિઓમાં ભાગ લઇ સાથ આપ્‍યો હતો. અન-હેલીવીન ઇવેન્‍ટ થકી બાળકોનો ડર દૂર કરવામાં આવેલ. બાળકોને વસ્‍તુઓનું પ્રતિબિંબ બનાવી પડછાયાનું મહત્‍વ સમજાવ્‍યું હતું. બાળકોના અવૈજ્ઞાનિક દ્રષ્‍ટિકોણને દૂર કરી વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફ્રેન્‍ચાઇઝી ઓનર શીતલબેન શાહ, આચાર્ય ચાર્મીબેન દેસાઇ, તથા શિક્ષકોએ જહેમત ઉઠાવેલ.

(2:57 pm IST)