Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા વિનામૂલ્‍યે હાડકાની તપાસ અને નિદાન કેમ્‍પ સંપન્ન 

૧૬પ જેટલા દર્દીઓએ કેમ્‍પનો લાભ લીધો

રાજકોટ તા.ર૩ : ગીત ગુર્જર સોસાયટી ૬ એરપોર્ટ રોડપર આવેલી પેટ્રીયા સ્‍યુટસ હોટેલની સામેના રોડ ખાતેડાયાબીટીસને સમર્પિત રોટરી લલિતાલય હોસ્‍પિટલમાં તા.ર૦ના રોજ રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા જાહેર જનતા માટે વિનામૂલ્‍યે હાડકાની તપાસ અને સચોટ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હતુ.  આ કેમ્‍પમાં હાડકા તથા સાંધાના રોગ અને તકલીફ સંધિવા, ગઠીયો વા અન્‍ય પ્રકારના ના વા, સ્‍નાયુઓ, માસપેશીના દુખાવા અને રોગ, ફેકચર અને અન્‍ય હાડકાં, સાંધા, સ્‍નાયુઓની ઇજાઓ, ગોઠણઘુંટી, ખભાના તાણીયા, મીજાગરા, ગાદીની ઇજાઓ, બાળકોને થતા હાડકાના રોગ, રસી પાક બગાડ, જન્‍મજાત ખોડખાપણ સાંધા બદલવાના (જોઇન્‍ટ રીપલેસમેન્‍ટ) ઓપરેશન વિશેની તપાસ અને માહિતી, ફિઝીયોથેરાપી (કસરત) અંગે માહિતી  અને માર્ગદર્શન વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. શહેરના નામાંકિત ઓર્થોપેડીક સર્જન ડો. કેતન ઠકકર, ડો. ભાવેશ સચદે, ડો. રોહન પારવાણી (બાળકોના ઓર્થોપેડીક સર્જન) ડો. કૃતિ દેસાઇ, ફિઝીયોથેરાપીસ્‍ટ વિગેરેઆ કેમ્‍પમાં પોતાની સેવા આપી હતી. આ કેમ્‍પમાં લગભગ ૧૬પ જેટલા દર્દીઓએ કેમ્‍પનો લાભ લીધો હતો. કેમ્‍પને સફળ બનાવવામાં રોટરી કલબ (મીડટાઉન)ના હોદેદારો અને સભ્‍યો દ્વારા જહેમત ઉઠાવાયેલ.

(2:58 pm IST)