Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

કરાટેમાં વેદિકા ત્રિવેદીનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શનઃફાઇટમાં પ્રથમ ક્રમ

રાજકોટ,તા.૨૩: રાજકોટ કલેકટર કચેરીમાં અગાઉ ફરજ બજાવી હાલ નિવૃત થયેલા કર્મચારી દીપેન ત્રિવેદી(આર એન્‍ડ બી ડિપાર્ટમેન્‍ટ, ઇલેક્‍ટ્રિક વિભાગ) ના પૌત્રી વેદિકા જયભાઇ ત્રિવેદીએ તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ વર્ષેટાઇલ યુથ શોટોકોન કરાટે ફાઉન્‍ડેશનની બીજી વર્ષેટાઇલ કપ ઓલ ઇન્‍ડિયા ઓપન કરાટે  ચેમ્‍પિયનશિપમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરી ફાઇટમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્‍ડ મેળવ્‍યો હતો.તેમજ કાતા (એકસર સાઇઝ) માં બ્રોનઝ મેળવ્‍યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૦ વર્ષીય  વેદિકા એરફોર્સ શાળામાં ધો.૪માં અભ્‍યાસ કરે છે. અને જામનગર ખાતે લાયન્‍સ કરાટે ક્‍લબના કોચ ચિરાગ શાહ પાસેથી ટ્રેનિંગ મેળવે છે. અગાઉ તેણે ૩ ગોલ્‍ડ, ૨ સિલ્‍વર અને ૩ બ્રોન્‌ઝ મેડલ પણ મેળવ્‍યા છે. આ સિધ્‍ધિ બદલ તેને માતા રાધિકાબેન દાદી સરોજબેન તથા પરિવારજનોએ અભિનંદન પાઠવ્‍યા છે.

(3:01 pm IST)