Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વહાલુડીના વિવાહમાં તમામ દંપતીઓનો થેલેસેમીયા ટેસ્‍ટ

રાજકોટ, તા. ર૩ : ‘‘દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ દ્વારા તા. ૧૮ ડિસેમ્‍બરે રવિવારે સતત પાંચમાં વર્ર્ષે માતા-પિતા વિહોણી કે પિતા ની છત્રછાયા ગુમાવેલ ર૩ લાકડી દીકરીઓનો જાજરમાન લગ્નોત્‍સવ થવા જઇ રહ્યો છે ત્‍યારે તંદુરસ્‍ત સમાજનું નિર્માણ થાય, સમાજમાં એક પણ થેલેસેમીયાનું બાળક જન્‍મ ન લે એવા આશયથી વહાલુડીના વિવાહ લગ્નોત્‍સવમાં ભાગ લેનાર તમામ દંપતીઓ માટે આગામી તા. ર૭ નવેમ્‍બરે રવિવારના રોજ બપોરે ૧ થી ૩ થેલેસેમીયા ટેસ્‍ટનો કેમ્‍પ રાખવામાં આવેલ છે.

જેનું ઉદ્‌્‌ઘાટન વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલા અગ્રણીઓ મુકતાબેન પ્રતાપભાઇ પટેલ, પ્રેમીલાબેન વલ્લભભાઇ સતાણી, ચેતનાબેન દિનેશભાઇ ચેતા, વોલેન્‍ટરી બ્‍લડબેંકનો સહયોગ મળેલ છે. થેલેસેમીયા ટેસ્‍ટ કેમ્‍પની વ્‍યવસ્‍થા મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટભાઇ આદ્રોજા, હસુભાઇ રાચ્‍છ અને ફાલ્‍ગુનીબેન કલ્‍યાણી સંભાળશે.

(3:08 pm IST)