Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

૬૮-રાજકોટ વિધાનસભા મત વિસ્તારમાં પોલિંગ ઓફિસરોને તાલીમ

રાજકોટઃ રાજકોટ પોલીટેકનિક કોલેજ ખાતે ૬૮- રાજકોટ વિધાનસભા પૂર્વ મતવિસ્તારનાં ચૂંટણી અધિકારીશ્રી સુરજ સુથારની ઉપસ્થિતિમાં ટ્રેનર્સ દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલાં તમામ પોલિંગ ઓફિસરોને વિસ્તૃત માર્ગદર્શન સહિત તાલીમ વર્ગ યોજાયા હતા. આ તાલીમ અલગ અલગ ત્રણ સેશનમાં આશરે  ૪૫૦ જેટલા ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલીંગ ઓફિસરોને ઇવીએમ-વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૃરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

(3:09 pm IST)