Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સાડાત્રણ કિલો ગાંજાના વેચાણના ગુન્‍હામાં પકડાયેલ બિહારી શખ્‍સના જામીન મંજુર

રાજકોટ તા. ર૩ : સાડાત્રણ કીલો ગાંજો વેચાણ કરવાના ડ્રગસ કેસમાં પકડાયેલ બીહારના આરોપીને જામીન ઉપર છોડવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા.રર/૯/ર૦રર ના રોજ લોધીકા પોલીસે બાતમીના આધારે આરોપી અકબાલ ખલીલમીયા મુસ્‍લીમ રહે. મેટોડા જી.આઇ.ડી.સી.ગેઇટ નં. ૩ ની અંદર, મચ્‍છોનગર (અંધેરી), ગેલેકસી સ્‍ટેમ્‍પીંગની બાજુમાં તા. લોધીકા જી.રાજકોટ, મુળ બિહાર વતની પોતાના કબજા ભોગવટાવાળા ઘરમાં ગેરકાયદેસર ગાંજાનુ વેચાણ કરતા હોવાની બાતમીના આધારે રેડ પાડતા આરોપી અકબાલ ખલીલમીયા મુસ્‍લીમ બનાવ સ્‍થળે હાજર હોય અને ઝડતી તપાસ કરતા ૩.પ૪૦ કીલોગ્રામ ગાંજો મળી આવેલ હોય જે મુજબ કાર્યવાહી કરી આરોપીની તા.રર/૯/ર૦રર ના રોજ અટકાયત કરેલ હોય અને આરોપી સામે કેસ કરી નામદાર કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવામાં આવેલ હતો.

ઉપરોકત આરોપીએ જામીન ઉપર છોડવા સેસન્‍સ અદાતલમાં જામીન અરજી કરતા સદરહુ અરજી સુનવણી ઉપર આવતા બચાવપક્ષે રોકાયેલ એડવોકેટ હર્ષ આર.ઘીયા દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે ગાંજો આરોપી પાસેથી કબજે કરેલ નથી તથા જેઘરમાંથી ગાંજાનો જથ્‍થો મળેલ હોય તે ઘર આરોપીના નામનુ નથી કે આરોપીના કબજા ભોગવટાનું હોય તેવો કોઇ આધાર પુરાવો પોલીસે આ કામમાં રજુ કરેલ નથી તેમજ પોલીસે ભેજયુકત ગાંજો કબજે કરેલ હોય જેથી ગાંજાની નેટ કવાન્‍ટીટીની ખરાઇ થઇ શકે નહી આમ પોલીસે ઇરાદાપુર્વક ચાર્જશીટ સેસન્‍સ કોર્ટમાં રજુ કરેલ છે આરોપી ઘણા સમયથી જેલમાં છે બચાવ પક્ષે રોકાયેલ એડવોકેટ દ્વારા ઉચ્‍ચ અદાલતના વિવિધ માર્ગદર્શક ચુકાદાઓ રજુ કરતા નામદાર સેસન્‍સ કોર્ટ દ્વારા ઉપરોકત દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને શરતી જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ હર્ષ રોહીતભાઇ ઘીયા રોકાયેલ હતા.

(3:09 pm IST)