Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

આજીડેમ પોલીસ વિસ્‍તારની સગીરાનાદુષ્‍કર્મ-પોકસોના કેસમાં આરોપી જામીન પર

રાજકોટ તા. ર૩: રાજકોટના કોઠારીયા સોલવંટ વિસ્‍તારમાં ભાડાના મકાનમાં રહેતા ફરીયાદી એ પોતાની સગીર વયની ૧ર વર્ષ ૩ માસની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ અંગેની આઇપીસી. કલમ ૩૭૮૬(ર) અને ૩૭૬(૩), ૧૧૪ અને પોકસો એકટની કલમ પ(જે) ર અને એટ્રોસીટી એકટની કલમ ૩(ર)(પ-એ) મુજબની ફરીયાદ રાજકોટ આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી (૧) વરૂણકુમાર પ્રદીપકુમાર ઠાકુર અને (ર) અમનસિંહ રાઘવેન્‍દ્રસિંહ ચંદુલની પોલીસ દ્વારા તા. ૧ર/૦૪/ર૦રર ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દીવસથી જેલ હવાલે કરવામાં આવેલા જેમાં મુખ્‍ય આરોપી વરૂણકુમાર પ્રદીપકુમાર ઠાકુરને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આરોપીની ધરપકડ બાદ રાજકોટના સ્‍પે. પોકસો જજ આરોપીને ન્‍યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ત્‍યારબાદ આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી રાજકોટ સેશન્‍સ કોર્ટમાં ગુજારેલ હતી જે જામીન અરજી રદ થતા આરોપી (૧) વરૂણકુમાર પ્રદીપકુમાર ઠાકુરા વતી રોકાયેલા એડગવોકેટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ અને આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્‍યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરશવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, તેમજ ગુજરાત હાઇકોર્ટમાં ખ્‍યાતનામ મુંજલ વી. આચાર્ય રોકાયેલ હતા.

(3:10 pm IST)