Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જમીન ઉપર રહેનારો માણસ છું: બધા પ્રશ્નોનું નિરાકરણ લાવીશઃ રમેશભાઇ ટીલાળાનું વચન

રાજકોટ તા. ર૩: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા રાજકોટ દક્ષિણની બેઠકના ઉમેદવાર તરીકે સેવાભાવી રમેશભાઇ ટીલાળાની પસંદગી કરવામાં આવી ત્યારે લોક સંપર્કમાં તેમને સ્વયંભુ લોક આવકાર મળી રહ્યાનું જણાવાયું છે.

રાજકોટ દક્ષિણ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર રમેશભાઇ ટીલાળાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ સવારથી જ તેઓ ભાજપના પુર્વ પ્રધાન ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી સાથે જે તે વિસ્તારના ભાજપનાં કોર્પોરેટરો, આગેવાનો સાથે પદયાત્રા કરી ઘરે-ઘરે જઇ લોકો પાસેથી રાજયના અને દેશના વિકાસ માટે મત માગી રહ્યા છે.

રમેશભાઇ ટીલાળા કહે છે કે હું ખેડુત પુત્ર છું, ઉદ્યોગપતિ છું નાનપણથી લઇ આજ સુધી જમીન ઉપર રહેનારો માણસ હોવાથી બધા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવીશ. રમેશભાઇ ટીલાળા ઘણા દિવસોથી પદયાત્રા અને અનેક સભાઓ પણ કરી હોય જેમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

રાજકોટ ૭૦ વિધાનસભાના ભાજપના ઉમેદવાર નખશીક પ્રમાણિક, સરળ, વૈભવ નહીં પરંતુ વ્યકિતને માનનારા સેવાના ભેખધારી રમેશભાઇ ટીલાળાના સમર્થનમાં લોકો સ્વયંભુ આગળ આવી રમેશભાઇ ટીલાળાને સમર્થન આપી રહ્યા છે.

રમેશભાઇ ટીલાળા વર્ષોથી જુદી-જુદી સેવાકીય સંસ્થાઓ સાથે, ગૌશાળા, કાઠીયાવાડ બાલાશ્રમ, અન્નક્ષેત્રો ચલાવતા ટ્રસ્ટો સાથે જોડાઇ હંમેશા તમામ સમાજનાં લોકોને સાથે રાખી તન, મન અને ધનથી અવિરત સેવા કાર્યોમાં લાગેલા રહે છે.

રમેશભાઇ ટીલાળાના સમર્થનમાં હાલ અનેક સંસ્થાઓ કે જેમને રમેશભાઇ ટીલાળાએ જુદા-જુદા પ્રકારે મદદ કરી છે તેઓ સ્વયંભુ રમેશભાઇના સમર્થનમાં આગળ આવી સેવાના ભેખધારી રમેશભાઇ વિધાનસભાની ચુંટણીમાં વિજેતા થાય તે માટે કામે લાગી ગયા છે.

(3:13 pm IST)