Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જીવદયાથી અભયદાનનો મહાન લાભ મળેઃપૂ. ધીરજમુનિ મ.સા

જશાપરમાં ગૌશાળાની તાલોદ્‌ઘાટ વિધીઃ ગુરૂદેવનું માંગલીક

રાજકોટ,તા.૨૩: શ્રી જશાપર  સ્‍થાનક વાસી જૈન સંઘ ખાતે ડો.સી.જે.દેસાઇ અને જશવંતીબેન દેસાઇ નંદકિશોર ગૌશાળાની તાલોદ્દઘાટન વિધિનો જીવદયાપ્રેમીઓએ લાભ લીધેલ.

આ પ્રસંગે જીવદયા જૈનોની સાચી કુળદેવી છે. જીવદયાથી અભયદાનનો મહાન લાભ મળે છે.  તેમ જણાવી પૂ.શ્રી ધીરગુરૂદેવના માંગલિક બાદ સમારોહ સંઘપતી ઉર્વિશભાઇ વોરા, સમીરભાઇ શાહ,  તથા દિનેશભાઇ ખેતાણી, ભાવિકભાઇ શાહ અને શીતલબેન શાહે તાબોદ્‌ઘાટન કર્યો બાદ તકતી અનાવરણ વિધિ કરતા જયનાદ  વર્તાયો હતો.

ગૌમાતા વિશ્રાંતિગૃહ શેડનું કુંદનબેન દોશી, મીતાબેન શેઠ, માલિનીબેન સંઘવીએ ઉદ્‌ઘાટન કરેલ. ગૌમાતા ગમાણનો લાભ ભારતીબેન જગદીશભાઇ મણિયાર હ. જગદીશભાઇ ઝોંસા, શ્રી પારૂલબેન વોરા અને શ્વેતાબેન શાહ તથા શાંતિ-પ્રભા પરિવારે લઇને ઉત્‍સાહ વધાર્યો હતો. પાઠશાળાના ભૂલકાઓએ  આ મારુ ગામડું અને  પીરામીડની પ્રસ્‍તુતિ કરી સહુને ભાવવિભોર બનાવ્‍યા હતા.

(3:28 pm IST)