Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

આર.બી.કોઠારી નિદાન કેન્દ્ર ખાતે વિવિધ મેડીકલ ટેસ્ટના દરોમાં ઘટાડોઃ ૧ ડીસેમ્બરથી અમલ

રાજકોટ તા. ર૩ :.. આર. બી. કોઠારી નિદાન કેન્દ્ર દ્વારા રાહત દરે મેડીકલ ટેસ્ટ થઇ શકે ટેસ્ટના ભાવો તા. ૧ ડીસેમ્બરથી ઘટાડવામાં આવનાર છે. જેમાં પેથોલોજી વિભાગમાં સી. બી. સી.ના જુના ભાવ ૧૩૦ ને બદલે રૃા. ૧૦૦ થાઇરોઇડ ટેસ્ટસના જુના ભાવ રપ૦ ને બદલે રૃા. ર૦૦, ચીકન ગુનીયા ટેસ્ટના જુના ભાવ પપ૦ને બદલે રૃા. ૩પ૦, ડેન્ગ્યુ ટેસ્ટના ભાવ ૪૦૦ ને બદલે રૃા. ૩૦૦, વીટામીન-ડી ના જુના ભાવ ૭૦૦ ને બદલે રૃા. ૬૦૦ તથા લીવર ફંકશન ટેસ્ટના જુના ભાવ ૩૯૦ ને બદલે રૃા. ૩૦૦ કરવામાં આવ્યા છે.

ઉપરાંત રેડીયોલોજી વિભાગમાં સામાન્ય સોનોગ્રાફી તપાસના રૃા. ૩પ૦ હતાં તેમાં ઘટાડો કરીને રૃા. ૩૦૦ કરેલ છે. સીટી સ્કીન વિભાગમાં નવુ મશીન આવેલ છે તેમાં દરેક પ્રકારની સીટી એન્જીયોગ્રાફી ટેસ્ટ કરવામાં આવે છે.

કાર્ડીયોલોજી વિભાગમાં ઇકો કાડીયોગ્રાફી ટેસ્ટ કે જે રૃા. પ૦૦ થાય છે જે  સાલ ૧૯૯૧ થી સંસ્થાના પ્રારંભ થી  જે છે તેમાં આજદિન સુધી કોઇ વધારો કરવામાં આવેલ નથી.

સંસ્થાના અન્ય વિભાગો જેવા કે એકસ-રે, એમ. આર. આઇ., બી. એમ. ડી., મેમોગ્રાફી, ઓ. પી. જી. જેવા વિભાગોમાં પણ રાહત દરે તપાસ કરી આપવામાં આવે છે.

ઉપરોકત વધારાની રાહત જરૃરીયાતમંદ દર્દીઓ માટે આર્શીવાદ રૃપ બની રહેશે તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઇ જસાણીની યાદી જણાવે છે. આર. બી. કોઠારી નિદાન કેન્દ્ર, ૧૦ મનહર પ્લોટ સામે, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ મો. ૭પ૭૪૦ ૩૧૩૧પ-૬.

(3:50 pm IST)