Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રાજકોટ દક્ષિણમાં ‘આપ'ના કેમ્‍પેઇન ઓબ્‍ઝર્વર તરીકે ઇન્‍દુભા રાઓલની વરણી

રાજકોટ ઇસ્‍ટમાં ચેતન કામાણી, વેસ્‍ટમાં અજીત લોખીલ તથા ગ્રામ્‍યમાં વિજય દેસાઇની નિમણુંક

રાજકોટ તા. ર૩ :.. ગુજરાત વિધાનસભા ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્‍યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા રાજકોટ સહિત ૧૬૬ બેઠકના કેમ્‍પેઇન ઓબ્‍ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેમાં રાજકોટ ૭૦ (દક્ષિણ) માં ઇન્‍દુભા રાખોલ (મો. ૯૮રપ૦ ૮૬ર૭૭)ની વરણ કરવામાં આવી છે.

રાજકોટ શહેરની સાઉથ બેઠકનાં કેમ્‍પેયન ઓબ્‍ઝર્વર તરીકે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલભાઇ ઇટાલીયા તરફથી સોંપવામાં આવેલ છે.

રાજકોટ સાઉથની બેઠકને બહુમતીથી વિજય બનાવવા માટે સમગ્ર આમ આદમી પાર્ટીનું સંકલન અને જવાબદારી કાર્યકરોને સોંપવામાં આવશે. તેમજ રાજકોટ-ઇસ્‍ટ ચેતન કામાણી, રાજકોટ-વેસ્‍ટમાં અજીત લોખીલ તથા રાજકોટ રૂરલમાં વિજય દેસાઇની નિયુકતી કરવામાં આવી હોવાનું ‘આપ'નાં પ્રદેશ સહમંત્રી શ્રી ઇન્‍દુભા રાઓલની યાદીમાં જણાવાયું છે.

(3:53 pm IST)