Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

સોરઠીયાવાડી સર્કલના બગીચામાં પ્રકાશભાઇ પટેલનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

પત્‍ની અને સાળાના ત્રાસથીકંટાળી પગલુ ભર્યાનો આક્ષેપ

રાજકોટ,તા. ૨૩ : સહકાર મેઇન રોડ પર અવધ મેડીકલ પાસે રહેતા યુવાને પત્‍ની અને સાળાની હેરાનગતિથી કંટાળી સોરઠીયા વાડી સર્કલ પાસે બગીચામાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ સહકાર મેઇન રોડ પર ભાડે રહેતા પ્રકાશભાઇ લખમણભાઇ નોંધણવદરા (ઉવ. ૩૨)એ બપોરે સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલ બગીચામાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં પ્રકારશભાઇએ જણાવ્‍યું હતું કે, પોતે અગાઉ ડ્રાયફુટનો વેપાર કરતા હતા. તેના ભાયુભાગની જમીન વેંચાયા બાદ તેના ભાગના પોતાને ૯૦ લાખ આવ્‍યા હતા તેમાંથી પોતે મકાન બનાવ્‍યું હતું અને બીજા ૪૨ લાખ પોતે તેના સાળા મનીષને ધંધા માટે આપ્‍યા હતા. બાદ પત્‍ની અને સાળાએ પોતાના યેનકેન પ્રકારે હેરાન કરી ઘરમાંથી કાઢી મુકયા અને ઘરમાં પણ આવવા ન દઇ ત્રાસ આપતા પોતે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે ભકિતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)