Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા સુધાંશુ ત્રિવેદી રામભાઈ મોકરીયાના નિવાસસ્‍થાને મહેમાન બન્‍યા..

રાજકોટઃ ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા સુધાંશુ ત્રિવેદી કાલે બપોરે રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નિવાસસ્‍થાને મહેમાન બન્‍યા હતા. કાલે રાજકોટની મુલાકાતે આવેલા ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા સુધાંશુ ત્રિવેદીએ રાજ્‍ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા ના નિવાસસ્‍થાને પધારીને રામભાઈની મહેમાનગતિ માણી હતી. સુધાંશુ ત્રિવેદી ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા ની સાથો સાથ રાજ્‍યસભામા રામભાઈ મોકરીયાના સાથીદાર પણ છે. આ તકે ભાજપના સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, ભાજપ કાર્યાલય ‘‘કમલમ'' ના ઇન્‍ચાર્જ હરેશભાઇ જોશી ઉપસ્‍થિત રહ્યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(3:59 pm IST)