Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ખોડીયારનગરમાં બહેનને હેરાન ન કરવા માટે સમજાવવા ગયેલા વિજય પર કુહાડીથી હુમલો

ઘર નજીક રહેતા રાહુલ અને તેનો ભાઇ મેહુલ સામે ફરિયાદ

રાજકોટ તા.ર૩ : આજી જી.આઇ. ડી. સી. પાસે ખોડીયારનગરમાં બહેનને હેરાન ન કરવા બાબતે સમજાવવા ગયેલા યુવાનને બે શખ્‍સોએ કુહાડી વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ ખોડીયારનગર શેરી નં. ૮માં રહેતો વિજય લાખાભાઇ સિતાપરા (ઉ.ર૧)ની બહેનને ઘર નજીક રહેતો મેહુલ હેરાન કરતો હોઇ તેથી ગઇકાલે વિજયએ બહેનને હેરાન ન કરવા બબતે તેને સમજાવવા જતા મેહુલ અને તેનો ભાઇ રાહુલે ઝઘડો કરી વિજયને ગાળો આપી ઉશ્‍કેરાઇ જઇ કુહાડી થી હુમલો કરતા વિજયને ઇજા થઇ હતી દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા બંને શખ્‍સો ભાગી ગયા હતા બાદ વિજયને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો આ બનાવ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)