Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ત્યકતા પત્નિએ પતિની મિલ્કતોનું વેચાણ અટકાવવા મેળવેલ સ્ટેટસ્કવો

રાજકોટ તા. ર૩: ત્યકતા પત્નીએ પતિની મિલ્કતો વેંચાણ થતા અટકાવવા કોર્ટમાંથી યથાવત સ્થિતિનો હુકમ મેળવેલ હતો.

રાજકોટ તાલુકાના કોઠારીયા ગામના રહેવાશી એવા ધનીબેન રમેશભાઇ નકુમ તથા તેમના પુત્ર હિરેનભાઇ રમેશભાઇ નકુમે તેઓના પતિ તથા પિતા એવા રમેશભાઇ ગગજીભાઇ નકુમ કે જેઓએ સદરહું ધનીબેન તથા પોતાના જ સંતાનોનો કોઇપણ જાતના કારણ વગર ત્યાગ કરીને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરીને તેના થકી પણ સંતાન કરેલ છે અને બીજી બાજુ ધનીબેન તથા તેમના પુત્રો તથા પુત્રીને તરછોડી દીધેલા અને તેથી સદરહું ધનીબેન તથા તેમના પુત્ર હિરેનભાઇ નકુમે રાજ કોટના ધારાશાસ્ત્રી અભિષેક એસ. ગઢીયા તથા હિતેષ જે. હળવદીયા મારફતે રાજકોટની દિવાની અદાલતમાં તેઓની રાજકોટ તાલુકાના કોઠારીયા ગામની ખેતીની જમીન, રહેણાંકના મકાન તથા વાંકાનેર તાલુકાના કોટડા નાયાણીની ખેતીની જમીનો સદરહું રમેશભાઇ ગગજીભાઇ નકુમ અન્ય ત્રાહીતને વેંચાણ કે તબદિલ ન કરે તેવા મનાઇ હુકમની માંગણી કરતી અરજી તથા દાવો દાખલ કરેલ.

સદરહું દાવામાં ધારાશાસ્ત્રી કાનુની તથા હકીકતલક્ષી દલીલોને ધ્યાનમાં લઇને રાજકોટના એડીશ્નલ સીનીયર સીવીલ જજ શ્રી એ. પી. દવે એ ધનીબેન તથા હિરેનભાઇ નકુમની અરજ ધ્યાને લઇને સદરહું રમેશભાઇ ગગજીભાઇ નકુમ તથા તમામ પક્ષકારોને દાવાવાળી ઉકત મિલ્કતોનો દાવાના આખર નિકાલ થતા સમય સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હઅુકમ જાહેર કરેલ છે.

આ કામમાં ધનીબેન રમેશભાઇ નકુમ તથા હિરેનભાઇ નકુમ વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અભિષેક ગઢીયા તથા હિતેષ હળવદીયા રોકાયેલા હતા.

(4:02 pm IST)