Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જુનાગઢ માવતરેથી આવવામાં મોડુ થતાં મુશ્‍કાનને પતિએ ફટકારી

દૂધની ડેરી પાસે હૈદરી ચોકમાં બનાવઃ નવોઢાને પતિ તુફેલે પટ્ટા અને ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ કરવી પડી

રાજકોટ તા. ૨૩: દૂધની ડેરી પાસે હૈદરી ચોકમાં રહેતી મુશ્‍કાન તુફેલ પઠાણ (ઉ.વ.૨૧)ને પતિ તુફેલ પઠાણે ઢીકાપાટુનો માર મારી બેલ્‍ટથી ફટકારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

મુશ્‍કાનની શાદી સાત મહિના પહેલા જ થઇ છે. તેનો પતિ ગેરેજ ચલાવે છે. તેણી જુનાગઢ માવતરે ગઇ હોઇ ત્‍યાંથી વાહન મળવામાં મોડુ થતાં રાજકોટ બે કલાક મોડી પહોંચતા આ બાબતે પતિએ ઝઘડો કરી મારકુટ કર્યાનું જણાવાયું હતું.

(4:03 pm IST)