Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

બહેન તું આંખ બંધ કર પીપર આપું...કહી ટાબરીયાએ ફિનાઇલની ગોળી આપી દીધી!

દૂધની ડેરી પાસે રહેતી મહેકને સારવાર માટે દાખલ કરવી પડી

રાજકોટ તા. ૨૩: દૂધની ડેરી પાસે મેરામબાપાની વાડી નજીક સિલ્‍વર બેકરી સામે રહેતી મહેક સિકંદરભાઇ બેલીમ (ઉ.૧૭)ને તેના નાનકડા ભાઇએ પીપરની બદલે ફિનાઇલની ગોળી આપી દેતાં તેણી આંખ બંધ કરેલી હાલતાં ગોળી પી જતાં સારવાર માટે દાખલ કરવી પડી હતી.

મહેકને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયા અને ધર્મેન્‍દ્ર હુદડે થોરાળા પોલીસને જાણ કરી હતી. મહેકના પરિવારજનોએ કહ્યું હતું કે તેણી ઘરમાં વાંચવા બેઠી હતી ત્‍યારે નાનકડા ભાઇએ આવી ‘બહેન તું આંખ બંધ કર તને પીપર આપું' કહેતાં તેણીએ આંખ બંધ કરતાં ભાઇએ તેના મોઢામાં ફિનાઇલની ગોળી મુકી દીધી હતી. જે પીપર સમજી ગળી ગઇ હતી. બાળકે મજાકમાં પીપરને બદલે બીજી ગોળી આપી દીધાનું પોલીસને જણાવાયું હતું.

(4:11 pm IST)