Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

લગ્નના સાત જ મહિનામાં પુત્રવધૂ રિસામણે જતાં સાસુએ ઝેર પીધું

માંડા ડુંગર પાસે રહેતાં માયાબેન પાટીલ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે રહેતાં માયાબેન ભાસ્‍કરભાઇ પાટીલ (ઉ.વ.૫૦) નામના મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર અપાવી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયા અને ધર્મેન્‍દ્ર હુદડે આજીડેમ પોલીસને જાણ કરી હતી.માયાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે. સાત મહિના પહેલા જ માયાબેનના પુત્ર ભુષણના લગ્ન થયા છે. પણ પુત્રવધૂ દિપશીખા રીસામણે જતી રહેતાં માઠુ લાગી જતાં તેણીએ આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(5:14 pm IST)