Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

આફ્રિકાનાં રવાન્‍ડામાં તુલસી વૃંદાના લગ્નને વર્લ્‍ડબુકમાં સ્‍થાન

રાજકોટ તા. ર૩: ઇસ્‍ટ આફ્રિકાના રવાન્‍ડા દેશના પાટનગર કીંગાલીમાં થોડી માત્રામાં ભારતીય સમુદાયના લોકો વસવાટ કરે છે.

કીંગાોલીથી પરેશ ભટ્ટ એવું કહે છે કે અમો અહીં કીંગાલીમાં આવેલા હિંદુ ટેમ્‍પલ એટલે કે સનાતન મંદિરમાં ઘણાં બધાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. તેમાં લગભગ તમામ ભારતીય લોકો સામેલ થાય છે. સંવત ર૦૭૮ માં તુલસી વૃંદાના લગ્નનો ઉત્‍સવ કરવામાં આવેલો અને તેનું પુનરાવર્તન સંવત ર૦૭૯માં અમો સૌએ સાથે મળીને કર્યું હતું.

આ લગ્નના માંગલિક પ્રસંગો કીગાલીના સનાતન હિંદુ મંદિરમાં યોજાયા હતાં. તુલસી વૃદાનુ કન્‍યાદાન પરેશ ભટ્ટ અને નમિતા ભટ્ટ દ્વારા કરવામાં આવ્‍યું ઠાકોરજી પક્ષમાં વેવાઇ તરીકે દિપક શુકલ તથા એલોરા શુકલએ રસમ નીભાવી હતી.

આ લગ્નના તમામ પ્રસંગો ભાવપુર્ણ રીતે ઉજવાયા હતાં. કિヘયિન ધર્મના પ્રદેશમાં ઉજાયેલો આ ઉત્‍સવ સ્‍થાનિક લોકોમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યુ઼ં હતું. હિન્‍દુ મંદિરનાં સ્‍થાપક ટ્રસ્‍ટી રજનીભાઇ પટેલે આખા આયોજનમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. ત્‍યાંના સ્‍થાનિક મિડિયા સંયોજક અને શિક્ષણવિદ્દે આ ઇવેન્‍ટને વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડમાં રજીસ્‍ટર કરાવી હતી અને તેમના હસ્‍તે કુ. ઉર્વશી જોશીને વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડનો રજીસ્‍ટ્રેશન પત્ર એનાયત કરવામાં આવ્‍યો હતો.

(4:37 pm IST)