Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રિલાયન્‍સ ઇન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ મેચમાં હીરામણિ શાળાનો વિજય

રાજકોટઃ સી.બી.સી.એ. દ્વારા આયોજીત રીલાયન્‍સ ફાઉન્‍ડેશન ઇન્‍ટર સ્‍કુલ આયોજીત ટુર્નામેન્‍ટમાં અમદાવાદાની હીરામણિ સ્‍કૂલનો પ્રકાશ હાઇસ્‍કૂલ સામે ૧૦ વિકેટે વિજય થયો હતો. હીરામણિ સ્‍કૂલે પ્રથમ બોલિંગ કરીને પ્રકાશ હાઇસ્‍કૂલને ૬૦ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જેમાં જયદેવ આજરાએ ૮ રન આપી ૫ વિકેટ અને પાશ્વ ખંદેરીયાએ ૨ રન આપી ૩ વિકેટ લીધી હતી. હીરામણિ સ્‍કૂલનો બીજા દાવમાં વિના વિકેટે ૬૦ કરી ૧૦ વિકેટે વિજય થયો હતો. જેમાં જન્‍ય મહેતા ૨૦ રન નોટઆઉટ અને હર્ષરાજ રોઠોડે ૩૨ રન નોટઆઉટ  કર્યા હતા.

આ વિજય મેળવવા બદલ સંસ્‍થાના પ્રમુખશ્રી નરહરિ અમીને અને મેનેજીંગ ટ્રસ્‍ટી વરૂણ અમીને સમગ્ર ટીમને અને કોચને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમ સી.ઇ અને ભગવત અમીન જણાવે છે. 

(4:42 pm IST)