Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રાજકોટ જિલ્લામાં ૩૬૦ સર્વીસ મતદારોએ અને ૮૦ વર્ષથી મોટા ૩૮પ મતદારોએ મતદાન કર્યુ

ટપાલથી મતની વ્‍યવસ્‍થા : ઘરે બેઠા મતદાન કરવા ૯૧ દિવ્‍યાંગોની અરજી

રાજકોટ,તા.૨૩: વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા મુક્‍ત અને ન્‍યાયની વાતવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુના નેતળત્‍વમાં વિવિધ કામગીરીઓ વેગવાન બની છે. હાલ ટપાલ મત પત્રની કામગીરી ચાલી રહી છે.

જિલ્લામાં પોસ્‍ટલ બેલેટ માટે ૬૭૫ સર્વિસ મતદાતા નોંધાયેલા છે. જેમાંથી ૪૪૭ સર્વિસ મતદારોને ટપાલ મત પત્ર વિતરિત કરવામાં આવ્‍યા છે. જ્‍યારે ૧૬,૨૪૭ પોલિંગ સ્‍ટાફમાંથી ૪૬૪૧ મતદારોને ટપાલ મત પત્ર આપવામાં આવ્‍યા છે. આ બંને શ્રેણીમાં મળીને ૧૬,૯૨૨ મતદારોમાંથી ૫૦૮૮ ટપાલ મતપત્ર જારી કરાયા છે, જેમાંથી ૩૬૦ લોકોએ મતદાન કર્યું છે.

જ્‍યારે જિલ્લામાં ૮૦થી વધુ વયના ૪૮,૩૫૫ મતદારો છે, જેમાંથી ૪૭૪ બુઝુર્ગ મતદારોએ ટપાલથી મત આપવા સંમતિ આપી છે. જેમાંથી આજે ૧૭૩ અને અત્‍યાર સુધીમાં મળીને ૩૮૫ મતદારોએ પોતાનો મત આપ્‍યો છે. જિલ્લામાં ૧૪,૫૧૨ દિવ્‍યાંગ મતદારોમાંમાંથી ૯૧ મતદારોએ ટપાલથી મત આપવા સંમતિ આપી છે. જેની સામે આજે ૨૧ અને અત્‍યાર સુધીમાં ૬૯ નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ બંને શ્રેણીમાં સંયુક્‍ત જોઈએ તો, ૬૨,૮૬૭ કુલ મતદારોમાંથી ૫૬૫ લોકોએ ટપાલથી મત આપવા ફોર્મ ૧૨ ડી ભર્યું છે. આજની તારીખમાં ૧૯૪ અને અત્‍યાર સુધીમાં ૪૫૪ લોકોએ ટપાલથી મત આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

આવશ્‍યક સેવા વાળા ૨૮૭ કર્મચારીઓએ ફોર્મ ૧૨ ડી ભર્યું છે. જેની સામે ૬ પોસ્‍ટલ બેલેટ અપાયા છે અને તેઓએ ટપાલથી પોતાનો મત આપ્‍યો છે.

(4:45 pm IST)