Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

નાના મવા સર્કલ પાસે આવાસ યોજના કવાર્ટરમાંથી 33 હજારનો ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી લેતી રાજકોટ તાલુકા પોલીસ

રાજકોટ : શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર  ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા મદદનિશ પોલીસ કમિશ્નર જે.એસ.ગેડમ એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયા તથા પો.ઇન્સ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એન.ડી.ડામોર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમિયાન સાથેના એ.એસ.આઇ. આર.બી.જાડેજા, હે.કો. મોહશીનખાન મલેક, પો.કો. અમીનભાઇ ભલુર, પો.કો. મનિષભાઇ સોઢીયાને ચોકકસ બાતમી હકિકત મળેલ કે નાના મૌવા સર્કલ પાસે નાના મોવા મેઇન રોડ પાસે આવેલ આવાસ યોજના બ્લોક નં.-૨૭ કવાર્ટર નં.-૮૭૪ ખાતે રહેતા કનુ રામાવત પોતાના રહેણાંક કવાર્ટરમાં પરપ્રાંતિય ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, ત્યાં જઇ તપાસ કરતા ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા મજકુર ઇસમને પકડી ધોરણસર કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરેલ છે.

આરોપીનું નામ સરનામું : કનુ મણીભાઇ રામાવત જાતે બાવાજી ઉવ.૬૧ ધંધો મજુરી રહે.આવાસ યોજના બ્લોક નં.-૨૭ કવાર્ટર ને.. ૮૭૪ નાના મૌવા સર્કલ પાસે, નાના મોવા મેઇન રોડ 

ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની નં.(૧) મેકડોવેલ ને.૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજનલ ૭૫૦ એમ.એલ. ની ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ શીલ પેક બોટલો નંગ-૪૪ તથા ને (ર) એપીસોડ ગોલ્ડ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની ફોર સેલ ઇન હરિયાણા ઓનલી લખેલ શીલ પેક બોટલો નંગ-૨૩ એમ કુલ બોટલો નંગ- ૬૭ ની કિ.રૂા.૩૩,૫૦૦/ ગણી મુદામાલ કજે કરેલ છે.

(10:27 am IST)
  • થાકેલા-હારેલા પાકિસ્તાને રશિયાની કોરોના વેકસીનને મંજૂરી આપી દીધી: પાકિસ્તાને રશિયાની સ્પૂટનીક ફાઈવ વેકસીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. access_time 4:42 pm IST

  • કોરોના રસીનો પ્રતાપ કે નવી નેતાગીરીનો ચમત્કાર ? અમેરિકામાં કોરોના કેસમાં ધીમો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો : આજેઅમેરિકામાં પોણા બે લાખથી પણ નીચે નવા કોરોના કેસોનો આંક ચાલ્યો ગયો, સતત ત્રીજા દિવસે બે લાખથી નીચે કેસ રહ્યા, છેલ્લા ૨૪ કલાકમાં યુએસએમાં કોરોનાએ ૩,૫૦૦ના જીવ લીધા: ઈંગ્લેન્ડમાં પણ કોરોનાના નવા ૩૩ હજાર કેસ નોંધાયા અને ૧૪૦૦ ના મૃત્યુ: બ્રાઝિલમાં એકધારા ૬૦ હજાર ઉપર રોજ કેસ નોંધાય છે, આજે ૬૧,૦૦૦ કેસ નોંધાયા: ફ્રાન્સમાં ૨૪ હજાર અને રશિયામાં વીસ હજાર નવા કોરોના કેસ નોંધાયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં માત્ર ત્રણ નવા કેસ થયા છે: જ્યારે ચીનમાં ૮૦ હોંગકોંગમાં ૮૧ અને યુનાઈટેડ આરબ અમિરાત/દુબઈમાં આજે ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે: ભારતમાં ૧૫ હજાર આસપાસના નવા કેસ નોંધાયા, જ્યારે ૧૫૫ મૃત્યુ થયા, સાથોસાથ સોળ હજાર કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. access_time 3:52 pm IST

  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST