Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

અજાણ્યા રાહદારીનું વાહન હડફેટે મૃત્યુ : આટકોટ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ-ભાવનગર રોડ ઉપર આટકોટ પોલીસ સ્ટેશનના વિરનગર અને બળધોઇ ડુંગર વચ્ચે રાજકોટ-ભાવનગર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે વ્હેલી સવારમાં ૫૦ વર્ષના અજાણ્યા રાહદારીને હડફેટે લેતા રાહદારીનુ ધટના સ્થળે જ મોત થયુ છે. તેણે સફેદ શર્ટ, ગરમ કોટ અને ખાખી કલરનુ ફાટેલુ પેન્ટ પહેર્યું છે. જો કોઇ વાલી- વારસ હોય તો આટકોટ પોલીસ સ્ટેશન ( 02821 288734 ) ઉપર સંપર્ક કરવા આટકોટનાં પી.એસ.આઇ.મેતાએ યાદીમાં જણાવયુ છે.(વિજય વસાણી આટકોટ)

(4:40 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST

  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,914 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,68,356 થઇ :એક્ટિવ કેસ 1,81,673 થયા: વધુ 13,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03, 28,738 થયા :વધુ 126 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,503 થયા access_time 11:57 pm IST