Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રાજકોટ એરપોર્ટને કોરોનાનો ભરડોઃ ૩ એરલાઈન્‍સના ૯ કર્મચારી પોઝીટીવ જાહેરઃ ૫ને શંકાસ્‍પદ સ્‍થિતિ

આરટીપીસીઆર ટેસ્‍ટઃ બધી ફલાઈટ ચાલુ પણ ક્‍યારે કઈ રદ્દ થાય તે નક્કી નથી હોતુ...

રાજકોટ, તા. ૨૪ :. એક પછી એક સરકારી કચેરીઓનો સ્‍ટાફ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યો છે. રાજકોટ એરપોર્ટને પણ કોરોનાનો ભરડો થતા ૯ જેટલા કર્મચારીઓ કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને ૫ને સિમ્‍ટમ્‍સ દેખાતા તેમને આજે ટેસ્‍ટ થશે. પોઝીટીવ જાહેર થયેલા તમામને હોમ આઈસોલેશન કરાયાનું અધિકારી સૂત્રોએ જણાવ્‍યુ હતુ.
સાધનોના કહેવા મુજબ ઈન્‍ડીગો એરલાઈન્‍સના ૬, સ્‍પાઈસ જેટના ૨ તથા એર ઈન્‍ડીયાના ૧ કર્મચારીને કોરોનાની અસર થઈ છે. આને કારણે અન્‍ય કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.  દરમિયાન અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતુ કે કોરોનાને કારણે પહેલા મુસાફરો ઘટયા હતા પરંતુ હવે ફરી વધવા માંડયા છે. ફલાઈટો હાઉસફુલ થાય છે. ત્રણેય એરલાઈન્‍સની મુંબઈ, દિલ્‍હી, બેંગ્‍લોરની ફલાઈટો હાલ ચાલુ છે, પરંતુ કઈ એરલાઈન્‍સની કઈ ફલાઈટ ક્‍યારે રદ્દ થાય... તે નક્કી નથી હોતું. મુસાફરોમાં પણ આ બાબતે ભારે રોષ છે


 

(11:44 am IST)