Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

દેશની આન બાન શાન... ત્રિરંગા રાષ્‍ટ્રઘ્‍વજની રસપ્રદ ગાથા

આઝાદ દેશને શાનદાર રાષ્‍ટ્રઘ્‍વજ આપવા ર૬-જુન ૧૯૪૭ ના રોજ ડો. રાજેન્‍દ્રપ્રસાદ, મૌલાના અબ્‍દુલ કલામ, ડો. આંબેડકર અને સી. રાજગોપાલચારી જેવા દિગ્‍ગજ નેતાઓની આગેવાની નીચે ૧૪ સભ્‍યોની એક સમિતીનુ ગઠન કરવામા : રાષ્‍ટ્રઘ્‍વજના સન્‍માન માટે એક ખાસ ફલેગ કોડ બનાવી તેમા મહત્‍વની જોગવાઇ કરવામા આવી છે જેમા દંડ અને જેલ સજાની જોગવાઇ છે : રાષ્‍ટ્રઘ્‍વજના કલરનો મેસેજ... શુરવીરતા, શાંતિ, સત્‍ય, વિશ્‍વાસ અને બલિદાનનું પ્રતિકઃ અશોકચક્ર ન્‍યાય અને સર્વ ધર્મનુ પ્રતિક : રાષ્‍ટ્રઘ્‍વજના ઉત્‍પાદન વિતરણ વ્‍યવસ્‍થાની જવાબદારી કર્ણાટક ખાદી બોર્ડ-હુબલ-સાંગા પાસે છે


ર૬ જાન્‍યુઆરીએ દેશ-વિદેશમાં વસવાટ કરતા ભારતીય નાગરીકો આપણા આન બાન શાન અને ગૌરવવંતા તિરંગા રાષ્‍ટ્રઘ્‍વજને આકાશમા ફરકાવી સલામી આપશે. આ શુભ દિવસે ખાસ કરી વિદ્યાર્થીઓ અને યુવાનોને આપણા મહાન રાષ્‍ટ્ર ઘ્‍વજ અંગે જાણવા જેવી માહિતી જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ આપતા જણાવે છે.
હજારો વર્ષની લાંબી ગુલામી બાદ દેશ ૧પ-ઓગષ્‍ટ ૧૯૪૭ ના રોજ આઝદા થયો. અતિ લાંબી આઝાદીની લડત લડેલા આઝાદીના વીર લડવૈયાઓ, મહાન દેશભકતો અને સમાજના વિવિધ વર્ગમાં અનેરો ઉત્‍સાહ, ઉમંગ અને આનંદ હતો પણ આ આનંદ સાથે દુઃખ, અફસોસ અને ગમગીની હતી. આઝાદીની લડતમા સાથે રહી લડેલ મુસ્‍લીમ બિરાદરીના એક સમુહના નેતાઓ બ્રિટીશ શાસકોની ભાગલા પડાવવાની મેલી રમતની જાળમા ફસાઇ ગયા અને આ નેતાઓએ અખંડ ભારતને ખંડીત કરી અલગ રાષ્‍ટ્રની અગમ્‍ય કારણોસર જીદસહ માંગણી કરેલ. આ સમયે દેશના વિવિધ રાજકીય નેતાઓએ, આગેવાનોએ અખંડ દેશ રાખવા અગણિત સંગીન પ્રયાસ કરેલ પણ સફળતા ન મળતા દેશ બે દેશમાં વિભાજન થયો.
વિશ્‍વના નકશામા બે આઝાદ દેશનુ નિર્માણ થયુ. આઝાદીનો રંગ ફીકકો પડી ગયો. આઝાદીના સમયે દેશની આર્થિક સ્‍થિતી નબળી હતી. વિશાળ દેશ આ દેશમાં અનેક નાત-જાતની પ્રજા તેના વિવિધ ધર્મ અલગ રીત રીવાજો અને અનેક માન્‍યતામાં જીવતી અંદાજીત પાત્રીસ કરોડની જન સંખ્‍યાને એક છત્ર નીચે રાખી લોકશાહી માળખામા રહી વિકાસ કરવો મુશ્‍કેલ અને વિકટ સમય હતો. આ સ્‍થિતીમાં રાષ્‍ટ્રના ઘ્‍વજની રચના કરવા અનેક બાબતને ખાસ લક્ષ્યમાં રાખવામાં આવેલ.
રાષ્‍ટ્ર ઘ્‍વજની સર્વાનુમતે પસંદગી થાય તે માટે પ્રથમ ભારતીય કોંગે્રસ પક્ષે તેના ઘ્‍વજમાં જરૂરી ફેરફાર કરેલ. રાષ્‍ટ્રીય ઘ્‍વજની રચના માટે ર૬-જુન ૧૯૪૭ ના રોજ વિવિધ ક્ષેત્રના ૧૪-આગેવાનોની એક સમિતીનું ગઠન કરવામાં આવેલ. આ સમિતીમાં ડો. રાજેન્‍દ્રપ્રસાદ, મૌલાના અબ્‍દુલ કલામ, સરોજીની નાયડુ, સી. ગોપાલા ચારી અને ડો. આંબેડકર જેવા દિગ્‍જ અનુભવી નેતાઓએ સમગ્ર દેશની પ્રજાને આ રાષ્‍ટ્ર ઘ્‍વજ માન્‍ય રહે એવો આપણો વર્તમાન ભભનેશ્‍નલ ફલેગભભ ની ડીઝાઇન અને કલર સર્વાનુમતે તૈયાર કરી બંધારણ સમિતીને સુપ્રત કરેલ અને બંધારણ સમિતીએ રર-જુલાઇ ૧૯૪૭ ના રોજ આ રાષ્‍ટ્રઘ્‍વજ ને સર્વાનુમતે માન્‍યતા આપેલ.
રાષ્‍ટ્ર ઘ્‍વજના ત્રણ કલર કેશરી, સફેદ અને લીલો હિંમત, બલિદાન, શાંતિ અને વિરતા વિશ્‍વાસના પ્રતિક અને મઘ્‍યમ રહેલ અશોકચક્ર, ન્‍યાય, સમાનતા અને સર્વ ધર્મનુ પ્રતિક છે.
રાષ્‍ટ્ર ઘ્‍વજના સન્‍માન અને જાળવણી માટે ખાસે ભભફલેગ કોડભભ નિયમો બનાવવામા આવેલ છે. ઘ્‍વજ પાણી કે જમીન ને સ્‍પર્શ ન થવો જોઇએ. ઘ્‍વજ ઓપન સ્‍થળોમા સૂર્યોદયથી સુર્યાસ્‍ત સુધી જ ફરકાવી શકાય છે. ફલેગ કોઇપણ સંજોગોમાં ઉંધો ફરકવો ન જોઇએ. આ નિયમોના ભંગ બદલ સજા અને દંડની જોગવાઇ છે.
શરૂઆતમા રાષ્‍ટ્ર ઘ્‍વજની ઉત્‍પાદનની પ્રક્રિયા બ્‍યુરો ઓક ઇન્‍ડિયાના સ્‍ટાન્‍ડર્ડ  (BIS) નિયમો મારફત થતી સમય જતા ફેરફાર કરવામા આવેલ.
રાષ્‍ટ્ર ઘ્‍વજનુ કાપડ શુદ્ધ ખાદી અથવા હાથ બનાવટનુ જ વપરાય છે. આ કાપડ બનાવવાના લાયસન્‍સ કર્ણાટક મરાઠાવાડા અને યુપીના બારાબંકી તથા રાજસ્‍થાનમા આવેલ છે.
રાષ્‍ટ્ર ઘ્‍વજનુ ઉત્‍પાદન સપ્‍લાય કરવાનો અધિકાર કર્ણાટક ગ્રામ બોર્ડ હુબલી-સોંગા પાસે છે.
રાષ્‍ટ્રઘ્‍વજ ૧પ ઓગષ્‍ટ અને ર૬-જાન્‍યુઆરી સિવાય આમ નાગરીકને ફલેગનો ઉપયોગ કરવાનો અધિકાર ન હતા. જાગૃત નાગરીક જીંદાલની માંગણી માન્‍ય રાખી દેશની વડી અદાલતે તમામ નાગરીકોને તમામ દિવસોમાં નિયમોને આધિન ફલેગનો ઉપયોગ કરવાની છુટ આપેલ છે.
ઝંડા ઉંચા રહે હમારા.....

સંકલન     
તખ્‍તસિંહ (તખુભા) રાઠોડ
મો.નં.  ૯૮૨૪ર૧૬૧૩૦

 

(2:35 pm IST)