Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પૈસાની ખેંચ દુર કરવા રવિરાજે વેન ચોરીઃ વેંચીને રોકડી કરે એ પહેલા પકડાઇ ગયો

માલવીયાનગરના વી. કે. ઝાલા અને રોહિત કછોટની બાતમી પરથી પકડાયો

રાજકોટ તા. ૨૪: કૃષ્ણનગરમાં સ્કૂલ પાસેથી ચોરાઈ ગયેલી મારૂતિ વેનનો ભેદ માલવીયા નગર પોલીસે ઉકેલી રવીરાજ ગભરૂભાઇ વરૂ (ઉ.વ. રર, ઘંઘો ડ્રાઇવીંગ રહે. વસુંધરા એપાર્ટમેન્ટ ફલેટ નં.૨૦૧ વાવડી ગામ)ને પકડી લઇ રૂ. પચાસ હજારની ઓમની વેન કબ્જે લીધી છે. રવિરાજે રટણ કર્યુ હતું કે પૈસાની ખુબ જરૂર હોઇ કામ ન હોઇ વેન ચોરી લીધી હતી અને વેંચવાની પેરવી કરી રહ્યો હતો.

પીએસઆઇ વી. કે. ઝાલા અને રોહિત કછોટને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી આધારે રવિરાજને ચોરાઉ વેન સાથે મવડી રોડ ઇન્દ્રપ્રસ્થ હોલ પાસેથી પકડી લેવાયો હતો. પુછતાછમાં પહેલા તો પોતાની ગાડી હોવાનું રટણ કર્યુ હતું. પોલીસે કાગળો માંગતા આપી શકયો નહોતો. પોકેટ કોપ એપમાં સર્ચ કરતાં માલિકી અન્યની હોઇ વિશેષ પુછતાછ થતાં રવિરાજે દસ દિવસ પહેલા કૃષ્ણનગરમાં આવેલી કનકાઇ  વિદ્યામંદિર પાસેથી લોક ખોલી ચોરી કરી લીધાનું કબુલતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના અંતર્ગત  પીઆઇ કે. અને. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, દિગપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, જયેશભાઇ, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, રોહિત કછોટ, અંકિત નિમાવત, હિતેષ અગ્રાવત અને પ્રશાંતસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

(2:39 pm IST)