Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

યુવા ભાજપ વોર્ડ નં.૧ દ્વારા આયોજીત રકતદાન કેમ્પમાં રકતની ૧૦૪ બોટલ એકત્ર

અવિ મકવાણા અને તેની ટીમની જહેમત

રાજકોટ : નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વોર્ડ નંબર ૧ દ્વારા ધર્મનગરમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર સાથે આ વોર્ડના કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા, દુર્ગાબા જાડેજા , અલ્પેશભાઈ મોરજરિયા, ભાનુબેન બાબરીયા સાથે વોર્ડ પ્રમુખ નંબર ૧ હિતેશભાઈ મારૂ મહામંત્રી જયરાજસિંહ જાડેજા અને કાનાભાઇ સતવારા, રાજકોટ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલિતભાઈ વાડોલીયા રાજકોટ શહેર યુવા મોરચા પ્રમુખ કિશનભાઇ ટીલવા, યુવા મોરચા મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, શહેર યુવા મોરચા કોષાધ્યક્ષ ગૌરવ મહેતા, વોર્ડ પ્રમુખ અવિ મકવાણા, મહામંત્રી નૈમેશ ભાઈ ચુડાસમા, શહેર કારોબારી સભ્ય દિગેશભાઇ વાઘેલા સાથે યુવા મોરચાના કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ રકતદાન કેમ્પમાં ૧૦૪ રકતની બોટલ એકત્ર થઈ હતી. વોર્ડ નં.૧ યુવા ભાજપ પ્રમુખ અવિ મકવાણા (મો.૯૭૨૬૯ ૬૬૨૦૩) સહિત યુવા કાર્યકરોની ટીમે આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(2:40 pm IST)