Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

બપોર સુધીમાં ૨૧૦ કેસ

શહેરમાં ગઇકાલે કોરોનાના ૩૭૭૪ ટેસ્ટ પૈકી ૪૧૦ કેસ નોંધાયા : ૧૦.૮૬ ટકા પોઝિટિવ રેટ

હાલ ૮૧૩૨ દર્દીઓ સારવાર હેઠળ : કુલ કેસનો આંક ૫૨,૯૭૪ એ પહોંચ્યો

રાજકોટ તા. ૨૨ : શહેરમાં ગઇકાલે ૪૧૦ કેસ નોંધાતા લોકોમાં થોડી રાહત નોંધાઇ હતી. આજ બપોર સુધીમાં ૨૧૦ કેસ નોંધાયા છે.

બે દિવસમાં ૨૧૧૩થી વધુ કેસ નોંધાયા

શહેરમાં તા. ૨૩ જાન્યુઆરીનાં શનીવારે સાંજ સુધીમાં ૧૭૦૭ કેસ નોંધાયા હતા. જયારે ગઇકાલે રવિવારે સાંજે ૪૧૦ રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતા.

બપોર સુધીમાં ૨૧૦ કેસ

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૨૧૦ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૫૨,૯૭૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૫,૫૪૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૩૭૭૪ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૪૧૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧૦.૮૬ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૬,૩૧,૨૯૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૫૨,૯૭૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૨૩ ટકા થયો છે. રિકવરી રેટ ૮૫.૯૬ ટકાએ પહોંચ્યો છે.

(2:40 pm IST)