Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કોરોના ટેસ્ટમાં ઓફલાઇન પોઝીટીવ રિપોર્ટઃ ઓનલાઇનમાં નેગેટીવ આવ્યો

રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રની બેદરકારી

રાજકોટ, તા.૨૪: રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી છતી થઇ છે.

દર્દીનો ઓફલાઈન રીપોર્ટ પોઝીટીવ આપ્યો જયારે ઓનલાઇન નેગેટિવ આવતા દર્દીની મુંઝવણ વધી ગઇ છે.

રાજકોટ મહાપાલિકા સંચાલિત નંદનવન આરોગ્ય કેન્દ્રમાં તા.૨૨/૧/૨૨નાં રોજ હિતેન્દ્રભાઇ પંડ્યાએ કોરોનાનો એન્ટીજન રીપોર્ટ કરાવતા આરોગ્ય કેન્દ્ર દ્વારા દર્દીને કાગળ પર લેખિત રીપોર્ટ પોઝીટીવ આપવામાં આવેલ તેમજ સાત દિવસની દવા પણ આપી દ્યેર હોમ કવોરન્ટાઈલ રહેવાની સુચના આપવામાં આવેલ જયારે બીજા દિવસે આરોગ્ય કેન્દ્રએ આ રીપોર્ટ ઓનલાઈન નેગેટિવ મુકેલ છે તો ખરેખર રીપોર્ટ શું સમજવો તે મુંજવણ થઈ પડેલ છે.

આ દાખલા પરથી આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને આપવામાં આવતા રીપોર્ટની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉપસ્થિત થાય છે.

(2:41 pm IST)