Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વેરા શાખાનો સપાટોઃ ગાંધીગ્રામમાં ત્રણ એપાર્ટમેન્‍ટના સમ્‍પ કનેકશન પર કરવત ફેરવતું મ.ન.પા

એક લાખ સુધીનો બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી : આજે ત્રણેય ઝોનમાં ૧૨ મિલ્‍કત સીલ તથા ૮ મિલ્‍કતોને ટાંચ જપ્‍તીની નોટીસઃ રૂા. ૨૧.૩૬૦ લાખની વસુલાત

રાજકોટ,તા.૨૪: મ.ન.પા. દ્વારા મિલ્‍કત વેરાના બાકીદારો પાસેથી મિલ્‍કત વેરો વસુલવા માટે બનાવાયેલ ખાસ રિકવરી સેલ દ્વારા એક લાખ સુધીનો બાકી વેરો  વસુલવા સપાટો બોલાવતા  ગાંધીગ્રામનાં ત્રણ એપાર્ટમેન્‍ટનાં સમ્‍પનાં કનેકશન કટ્ટ કરવામાં આવ્‍યા હતા. જયારે આજે મિલ્‍કતો ૧૨ સીલ તથા ૮ મિલ્‍કત જપ્‍તીની નોટીસ આપવામાં આવી હતી અને ૨૧.૩૨ લાખની વસુલાત કરવામાં આવી હતી.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા પ્રમાણે વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા ત્રણેય ઝોનમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.
વોર્ડ નં- ૧: ગાંધીગ્રામમાં ‘પૂજા એપાર્ટમેન્‍ટ'માં પાણી વેરાના બાકી માંગણા સામે સમ્‍પ કનેક્‍શન કપાત કરેલ છે. ‘હરીકૃષ્‍ણ એપાર્ટમેન્‍ટ'ના પાણી વેરાના બાકી માંગણા સામે રૂ. ૧.૦૧ લાખ રીકવરી ‘ઓમ એપાર્ટમેન્‍ટ'માં પાણી વેરાના બાકી માંગણા સામે સમ્‍પ કનેક્‍શન કપાત કરેલ છે.  ‘દ્વારકેશપાર્ક'માં પાણી વેરાના બાકી માંગણા સામે સમ્‍પ કનેક્‍શન કપાત કરેલ છે.
વોર્ડ નં- ૭: ‘પ્રમુખ સ્‍વામી આર્કેડ'માં શોપ નંબર-A-૨૦૩ બાકી માંગણા સામે સીલ કરેલ છે.  ‘રાજ વિરાજ કોમ્‍પલેક્ષ'માં ૫-ઓફીસને બાકી માંગણા સામે સીલ કરેલ છે.ગુંદાવાડી મેઇન રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૯૦ હજાર રીકવરી
વોર્ડ નં- ૧૩: ગોંડલ રોડ પર આવેલ ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૯૭ હજાર રીકવરી વોર્ડ નં- ૧૫: કોઠારિયા રીંગ રોડ પર આવેલ ૩-ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૮૧ લાખ રીકવરી વોર્ડ નં- ૧૭: ૩-ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટને બાકી માંગણા સામે જપ્તી ટાંચની નોટીસ આપેલ છે. વોર્ડ નં- ૧૮: નેહરુનગરમાં આવેલ ૨-ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩.૫ લાખ રીકવરી
સે.ઝોન દ્વારા ૬-મિલકતોને સીલ તથા ૩ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રીક્‍વરી રૂ. ૬.૫૨ᅠ લાખ, વેસ્‍ટ ઝોન દ્વારા ૨-મિલકતોને સીલ તથા ૩-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ તથા ૩-સમ્‍પ વોટર કનેક્‍શન કપાત તથા રીક્‍વરી રૂ. ૭.૯૦ લાખ,  ઇસ્‍ટ ઝોન દ્વારા ૪-મિલકતોને સીલ તથા ૨-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રીક્‍વરી રૂ. ૬.૯૦ લાખ  કરેલ છે.  
આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા ૧૨-મિલકતો સીલ તથા કુલ- ૮ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ તથા ૩-સમ્‍પ કનેક્‍શન કપાત કરેલ તથા રૂ. ૨૧.૩૨ લાખ રીકવરી કરેલ છે.
આ કામગીરી આસી. મેનેજરશ્રી રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્‍યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરશ્રીઓ તથા વોર્ડ ક્‍લાર્ક દ્વારા આસી. કમિશ્નર એચ.કે કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

 

(3:26 pm IST)