Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

શરદી-ઉધરસ-તાવ-ઝાડા-ઉલ્ટીનો ભરડો : સપ્તાહમાં ૧૩૦૦થી વધુ કેસ

ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાનાં '૦'કેસઃ ટાઇફોઇડના ૫ તથા કમળા તાવના ૨ દર્દીઓ મ.ન.પા.ના ચોપડે નોંધાયા : મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સઘન ઝુંબેશઃ મચ્છર ઉત્પતિ સબબ ૨૭૨ને નોટીસ

રાજકોટઃ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૮૯૧૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૭૯૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૨૭૨  લોકોને નોટીસ આપી  છે. મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ, પોરાનાશક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તે વખતની તસ્વીર

રાજકોટ,  તા., ૨૪: શહેરમાં છેલ્લા ૭ દિવસમાં શરદી-ઉધરસ, ઝાડા-ઉલટીના  ૧૩૪૨ કેસ નોંધાયા. જયારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાનાં એક પણ કેસ નોંધાયા નથી.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા.૧૭થી તા. ૨૩ જાન્યુઆરી સુધીમાં વિવિધ રોગચાળાના નોંધાયેલ કેસની વિગત આ મુજબ છે.

મચ્છરજન્ય રોગચાળાના '૦' કેસ

ડેન્ગ્યુના તથા મેલેરિયાના તથા ચિકનગુનિયાના કુલ  કેસ  નોંધાયા છે.

 શરદી-તાવનાં ૧૩૦૦થી વધુ કેસ

દરમિયાન અન્ય રોગચાળો પણ યથાવત હોવાનું નોંધાયુ છે કેમ કે તા. ૧૭ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન શરદી-ઉધરસના કેસ ૮૭૨ તેમજ સામાન્ય તાવના  ૪૧૩ અને ઝાડા- ઉલ્ટીના કેસ ૫૭ ટાઇફોઇડના ૫, કમળાનાં ૨  સહિત કુલ ૧૩૫૦ દર્દીઓ નોંધાયા હતા.

(3:37 pm IST)