Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કાલે રાજકોટ સહિત રાજયભરમાં મતદાતા દિવસની વરચ્યુઅલ ઉજવણી કરાશે

શ્રેષ્ઠ BLO-શ્રેષ્ઠ-R.O.-મતદાર નોંધણી અધીકારીના એવોર્ડ અપાશે.. : મુખ્ય કાર્યક્રમ સીઇઓ કચેરીમાંથીઃ દરેક કોલેજોમાં ઓનલાઇન શપથ લેવાશે..

રાજકોટ તા. ર૪: આ વખતે કોરોનાની ત્રીજી લ્હેરમાં હજારો કેસ નીકળી પડતા ચૂંટણી પંચની સુચના મુજબ કાલે રાજકોટ શહેર-જીલ્લામાં રપ જાન્યુઆરી મતદાતા દિવસની ઓન લાઇન વચ્યુઅલ ઉજવણી કરાશે, આ માટે કલેકટર કચેરીના બીજા માળે મીટીંગ હોલમાં વરચ્યુઅલ કાર્યક્રમમાં કલેકટર એડી. કલેકટર, નાયબ જીલ્લા ચૂંટણી અધીકારી જોડાશે.

ચૂંટણી શાખાએ યુનિ.ના વીસી સાથે પરામર્શ કરી દરેક કોલેજમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન મતદાતા દિવસે અવશ્ય નિષ્પક્ષ મતદાનની પ્રતિજ્ઞા લેશે, તેમજ મુખ્ય કાર્યક્રમ સીઇઓ કચેરીથી સવારે ૧૧ વાગ્યે શરૂ થશે તેમાં પણ પ્રતિજ્ઞા લેવાશે.

આ ઉપરાંત શ્રેષ્ઠ બીએલઓ, શ્રેષ્ઠ- R.O. તથા શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારીના નામો ફાઇનલ થયે આજે બપોરે બાદ આ નામો એવોર્ડ માટે જાહેર કરાશે.

(3:37 pm IST)