Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વોર્ડ નં. ૧પના પ૦ પરીવારોની હાલત દયનીય ત્રણ મહિનાથી ''મફત'' અનાજ નથી મળતું

NFSA માટે ફોર્મ ભર્યા છતાં પુરવઠાતંત્ર મંજૂરી નથી આપતું...

રાજકોટ તા. ર૪: કોરોના કાળમાં હજારો ગરીબ પરીવારોની હાલત ભારે કફોડી બની ગઇ છે, આ સામે કેન્દ્ર સરકારે છેલ્લા ૧ાા વર્ષથી વડા પ્રધાન અન્ન સહાય યોજના હેઠળ વિના મૂલ્યે દર મહિને ઘઉં-ચોખા ગરીબ કાર્ડ હોલ્ડર પરીવારોને આપવાની જાહેરાત કરી છે, અને  NFSA યોજનામાં આવતા હોય તેમને આ અનાજ અપાઇ રહ્યું છે.

પરંતુ વોર્ડ નં. ૧પના થોરાળા, વિજયનગર સહિતના વિસ્તારોના પ૦ થી ૬૦ જેટલા ગરીબ કાર્ડ હોલ્ડર પરીવારોને છેલ્લા ૩ મહિનાથી વડાપ્રધાન અન્ન સહાય યોજનાનું મફત અનાજ નહીં મળતું હોગવાની રાવ આજે કલેકટર કચેરી ખાતે દોડી આવેલા કાર્ડ હોલ્ડરોએ કરી હતી. આ લોકોને જણાવેલ કે અને  NFSA યોજનામાં સામેલ થવા ફોર્મ ભરેલા છે છતાં ૩ મહિનાથી પુરવઠા તંત્ર મંજૂરી આપતું નથી, દુકાનદારો ધકકા ખવડાવે છે, કલેકટર તાકિદે પગલા લ્યે તે જરૂરી છે.

(3:38 pm IST)