Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

બે વીંગમાં કૂલ ૪૦૦ બેડની સુવિધા

આખરે ''સમરસ'' હોસ્ટેલ હોમ આઇસોલેશન માટે શરૂ કરાઇઃ ત્રણ ''શીફટ''માં ડોકટરો મુકાયા

કલેકટરે સીટી પ્રાંત-ર અને ૩ ને હવાલો સોંપ્યોઃ જેમના ઘરે સગવડ ન હોય તે દર્દીને ત્યાં રખાશે...

રાજકોટ તા. ર૪: આખરે યુનિ. રોડ પરની સમરસ હોસ્ટેલમાં કોવીડ કેર સેન્ટર કલેકટરની સુચના બાદ શરૂ કરી દેવાયું છે, અને બે વીંગમાં કુલ ૪૦૦ બેડની સુવિધા સાથે સેન્ટર શરૂ કરી જરૂરી તમામ માળખું પણ ઉભું કરી દેવાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.તેમણે જણાવેલ કે કલેકટર દ્વારા સીટી પ્રાંત-ર, શ્રી ચરણસિંહ ગોહીલ અને સીટી પ્રાંત-૩ શ્રી દેસાઇને સમરસનો હવાલો સોંપ્યો છે, જેમના ઘરે હોમ આઇસોલેશન થવાની સગવડ ન હોય તેવા દર્દીને સમરસમાં રખાશે, તેમજ હળવા સિસ્ટમ્સ ધરાવતા દર્દીઓને પણ ત્યાં રખાશે.

હાલ ૪૦૦ બેડમાં ઓકસીજન લાઇન વગરના બેડ શરૂ કરાયા છે, જો કે દાખલ થવું હોય તો દર્દીઓએ શું કરવું તે હજુ કોઇ સ્પષ્ટતા નથી.

(3:38 pm IST)