Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સીનર્જીના કાર્ડિયોલોજીસ્‍ટ ડો. શ્રેણિક દોશી દ્વારા યુવાન દર્દીની સફળ સારવાર

રાજકોટ તા. ૨૪: શહેરની પ્રથમ હરોળની સીનર્જી હોસ્‍પિટલમાં એક યુવાન દર્દીની જાણીતા કાર્ડિયોલોજીસ્‍ટ ડો. શ્રેણિક દોશીએ સફળ સારવાર કરી નવજીવનમાં નિમિત્ત બન્‍યા છે.
જીવનનો સૌથી નિરંતર અને જરૂરી પ્રશ્ન છે - તમે અન્‍ય લોકો માટે શું કરી રહ્યા છો? માર્ટિન લ્‍યુથર કિંગનું આ નિવેદન સિનર્જી સુપરસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ ના ડૉક્‍ટર્સ જે રીતે કામ કરે છે તેના માટે સાચું છે. આ સિનર્જી ટીમ દ્વારા વારંવાર સાબિત થયું છે. ૨૬મી ડિસે.૨૦૨૧ના રોજ, ૨૭ વર્ષનો પર પ્રાંતીય યુવાન એકલો હોસ્‍પિટલના ઈમરજન્‍સી વિભાગમાં ગભરામન, અસ્‍વસ્‍થતા અને પીઠના દુખાવાની ફરિયાદ સાથે આવેલ. દર્દીએ સિનર્જી હોસ્‍પિટલમાં સલાહ લીધી, ત્‍યારે એમનો  ઈસીજી નોર્મલ હતો, જો કે તેને નિરીક્ષણ માટે રાખવામાં આવ્‍યો હતો. નિરીક્ષણ દરમિયાન દર્દી પડી ગયો (બેભાન). સીપીઆર આપવામાં આવ્‍યા, હૃદય કામ કરવાનું બંધ કરી દીધું હતું જે મોનીટર માં જોઈ શકાતું હતું. (વેન્‍ટ્રિકયુલર ફાઇબરિલેશન) - તાત્‍કાલિક આંચકો આપવામાં આવ્‍યો હતો અને હૃદય કામ કરવાનું શરૂ કર્યું હતું. ફરીથી કરવામાં આવેલ ઈસીજીએ  હૃદયરોગનો હુમલો દર્શાવ્‍યો. દર્દી બહારના રાજ્‍યનો હોવાથી અને હોસ્‍પિટલમાં એકલો આવ્‍યો હોવાથી તેના ખિસ્‍સામાંથી ઉપલબ્‍ધ દસ્‍તાવેજો પરથી તેની ઓળખ થઈ હતી અને તેના સંબંધીઓને બોલાવવામાં આવ્‍યા હતા. દરમિયાન સારવાર શરૂ કરવામાં આવી હતી અને  ઇમરજન્‍સીમાં તેની ડૉ. શ્રેણિક દોશી (કાર્ડિયોલોજીસ્‍ટ) દ્વારા એન્‍જીયોગ્રાફી અને એન્‍જીયોપ્‍લાસ્‍ટી કરવામાં આવી અને જે યુવાન દર્દી માટે જીવન રક્ષક સાબિત થઇ હતી. આ તમામ ઈમરજન્‍સી સારવાર દર્દીના આર્થિક પાસાને ધ્‍યાનમાં લીધા વગર કરવામાં આવી હતી. ઘટનાના ૨૪ કલાક પછી તેના માતા-પિતા આવ્‍યા હતા. ૩૬ કલાકની અંદર તેને વોર્ડમાં ખસેડવામાં આવ્‍યો અને ત્રીજા દિવસે સ્‍થિર સ્‍થિતિમાં રજા આપવામાં આવી હતી.  
 આ ઘટના ફરીથી દર્શાવે છે કે ડોકટરો આવા માનવીય અભિગમ સાથે કામ કરે છે. આ સમયમાં જ્‍યારે ડૉક્‍ટર દર્દીના સંબંધો નબળા પડી રહ્યા છે, ત્‍યારે આવા બનાવ સાબિત કરે છે કે કોઈ પણ ડૉક્‍ટર અમૂલ્‍ય જીવન બચાવવા માટે ચોક્કસથી આગળ વધશે. તેમજ આ ઘટના સમાજને સ્‍પષ્ટ સંદેશ આપે છે કે યુવા હૃદયરોગના દર્દીઓ વધી રહ્યા છે અને સૌએ કાળજી લેવી જોઈએ.
હૃદય રોગના જોખમોને ઘટાડવા માટે આ પગલાંને અનુસરીએ.. આ અંગે ડો. શ્રેણીક દોશી જણાવે છે કે ૧) જીવનશૈલીના પગલાં જેવા કે  શાકભાજી, ફળો, આખા અનાજ વગેરે જેવા સારા ફૂડની પસંદગી કરીને સ્‍વસ્‍થ આહાર લેવો, તંદુરસ્‍ત વજન કરવાનો ઉદ્દેશ્‍ય રાખવો, ધૂમ્રપાન/તમાકુ/દારૂનું સેવન ટાળો, તણાવ ટાળો, દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત કરવાનું લક્ષ્ય રાખો, માનસિક શાંતિ માટે ધ્‍યાનનો અભ્‍યાસ કરો, બ્‍લડ પ્રેશર, કોલેસ્‍ટ્રોલ અને બ્‍લડ સુગર લેવલ તપાસતા રહો. સૌથી અગત્‍યનું તમારા હૃદયના ડૉક્‍ટરની સલાહ મુજબની દવાઓનું નિયમિત પણે પાલન કરો અને તમારા ડૉક્‍ટર પર વિશ્વાસ કરો.

 

(3:50 pm IST)