Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

યુવા ભાજપ મોરચા દ્વારા વોર્ડ નં. ૪ અને ૧૧ માં રકતદાન કેમ્‍પ સંપન્‍ન

રાજકોટ : પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં ભાજપ યુવા મોરચા દ્વારા આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચદ્ર બોઝની જન્‍મ જયંતી નિમિતે રકતદાન કેમ્‍પનુ આયોજન કરવામાં આવી રહયુ હોય, તે અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં શહેરના તમામ વોર્ડમાં તબકકાવાર મેગા રકતદાન કેમ્‍પના આયોજનો થઇ રહ્યા છે. જેના ભાગરૂપે શહેરના વોર્ડ નં. ૪ અને વોર્ડ નં.૧૧ ખાતે રકતદાન કેમ્‍પ યોજાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, મેયર ડો.પ્રદિપ ડવ, ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર તેમજ રાજુભાઈ બોરીચા, ભાનુબેન બાબરીયા, સંજય પીપળીયા, સંજય બોરીચા, હરસુખભાઈ માકડીયા, રણજીતભાઈ સાગઠીયા, લીલુબેન જાદવ, ફર્નાન્‍ડીઝ પાડલીયા સહીતના ઉપસ્‍થિત રહયા હતા. આ રકતદાન કેમ્‍પને સફળ બનાવવા કીશન ટિલવા, કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં પુર્વેશ ભટૃ, કેયુર અનડકટ, વૈભવ બોરીચા, તરંગ રૂપાપરા, મિત વાછાણી, વિશાલ કાનપરા, મનિષ ચાવડા, ધર્મેશ સોલંકી, રાજેશ ચાવડા તેમજ શહેર ભાજપ યુવા મોરચાના હોદેદારો, વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્‍યો સહીતનાએ જહેમત ઉઠાવી

 

(3:52 pm IST)