Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કાલે રાજકોટ કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની વર્ચ્યુઅલ ઉજવણી ઉજવણી

હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને પ્રયાસ પેરેન્ટસ એસોસિયેશન સંસ્થાનાં વિકલાંગ વિદ્યાર્થી દ્વારા મતદાર / મતદાન જાગૃતિ માટે તૈયાર કરાયેલ સંદેશ પ્રસારિત કરાશે

રાજકોટ :ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫મી જાન્યુઆરી,૧૯૫૦ના રોજ થયેલ હોઈ ૨૫મી જાન્યુઆરીને "રાષ્ટ્રીય મતદાતા દિવસ" તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે તા.૨૫/૦૧/૨૦૨૨ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકે ‘‘રાષ્ટ્રીય મતદાતા દિવસ,૨૦૨૨’’ની જિલ્લા કક્ષાની વર્ચ્યુઅલ ઉજવણી કલેકટર કચેરી, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. તદ્દઉપરાત જિલ્લામાં તાલુકા કક્ષાએ પણ ઉજવણી કરવામાં આવનાર છે.

જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દ્વારા મતદાર પ્રતિજ્ઞા લેવામાં આવશે. શ્રેષ્ઠ બી.એલ.ઓ., સુપરવાઈઝર, કેમ્પસ એમ્બેસેડર જાહેર કરવામાં આવશે. આ વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન હાસ્ય કલાકાર સાંઈરામ દવે તથા પ્રયાસ પેરેન્ટસ એસોસિયેશન સંસ્થાનાં વિકલાંગ વિદ્યાર્થી દ્વારા મતદાર / મતદાન જાગૃતિ માટે તૈયાર કરવામાં આવેલ સંદેશ પ્રસારિત કરવામાં આવશે તેમજ જીનીયસ સ્કુલ,આત્મીય યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા યુ-ટયુબના માધ્યમથી કાર્યક્રમ રજુ કરવામાં આવશે.

(6:10 pm IST)