Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

બ્રીજ-આવાસ સહિતના કામોના ર૦ કરોડના ધડાધડ ચૂકવણા

મનપામાં માર્ચ એન્‍ડીંગ:વર્ષ ર૦રર-ર૦ર૩ ના બે વર્ષમાં આવાસના રૂા. ૧૭પ.૯૭ કરોડ તથા બ્રીજના રૂા. ૧રર.ર૬ કરોડનું ચૂકવણું કરતું તંત્ર

રાજકોટ તા. ર૪ :.. મનપા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં પગાર તથા અન્‍ય ખર્ચના ચૂકવણા કરવામાં આવી રહ્યા છે. જે અન્‍વયે માર્ચ ર૦ર૩ માં આવાસ યોજનાનું રૂા. ૧૮.૯૩ કરોડનું પેમેન્‍ટ કરાયું છે, જયારે ગત વર્ષે માર્ચ-ર૦રર માં રૂા. પ૪.૮પ કરોડ ચૂકવાયા હતાં. જયારે બન્ને વર્ષમાં ૧૭પ.૯૭ કરોડ ચૂકવવામાં આવ્‍યા છે. જયારે શહેરમાં ટ્રાફીક સમસ્‍યાના નિવારણ માટે બ્રીજ માટે ર૦રર અને ર૦ર૩ ના બે વર્ષમાં કુલ રૂા. ૧રર.ર૬ કરોડ ચૂકવવામાં આવ્‍યા છે. જેમાં ગત વર્ષે માર્ચ-રર માં રૂા. ર૩.૭ કરોડ તથા ચાલુ વર્ષે માર્ચ-ર૩ માં ૧.૩૭ કરોડ જમા કરાવવામાં આવ્‍યા છે. ઉપરાંત ગત વર્ષે ર૦રર ના વર્ષમાં વિવિધ કામોના કુલ રપ૬ કરોડના ચૂકવણા કરાયા હતાં. જેમાં ૩૦ કરોડ જેટલો મનપા કર્મીઓનો પગાર પણ સામેલ છે., જયારે આ વર્ષે ખર્ચમાં ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષમાં અત્‍યાર સુધીમાં કોર્પોરેશનના કર્મચારીઓના ૩૦ કરોડ આસપાસના પગાર તથા વિવિધ કામો સાથે કુલ ૧૭૧ કરોડ ચૂકવાયા છે.

(4:05 pm IST)