Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોના મૃતકો માટે મ.ન.પા. દ્વારા વધુ પાંચ શબવાહિનીનો પ્રારંભ

તંત્રને જોઇએ તેટલો મેનપાવર આપવા ન્યુ. સ્વતંત્ર ભારત મજદુર યુનિયનની ખાત્રી

રાજકોટ,તા. ૨૪ : મેયર ડો.પ્રદીપ ડવ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, ઘાતક કોરોના લહેરના કારણે મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. અવસાન થનાર પરિવારોની વેદના ધ્યાનમાં રાખી અવસાન પામનાર વ્યકિતની અંતિમવિધિ ઝડપી થાય તે માટે કોવીડ સ્મશાનો નક્કી કર્યા અને ખાટલાઓનો પણ વધારો કરવામાં આવેલ છે. તે રીતે હોમ આઇસોલેશન થયેલ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓના અવસાન થતા દર્દીઓની અંતિમવિધિ સમયસર થઇ શકે તે માટે આજરોજ ન્યુ સ્વતંત્ર ભારત મજદુર યુનિયન સાથે ૨૪ કલાકના રૂ.૬૦૦૦/-લેખે હેલ્પર, ડ્રાઈવર સાથે પાંચ શબવાહીની શરૂ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલ ૧૮ શબવાહીની છે. તેમાં ૧૩ શબવાહીની કોરોના માટે રીઝર્વ રાખેલ છે તે ઉપરાંત ૭ એમ્બ્યુલન્સ કાર્યરત છે.

ન્યુ સ્વતંત્ર ભારત મજદુર યુનિયનના પ્રમુખ રાજનાથસિંહ રાજપૂત તથા મંત્રી લક્ષ્મણભાઈ ભરવાડ દ્વારા જણાવેલ છે કે, કોર્પોરેશનને મેનપાવર ની જરૂરત પડશે તો તે પુરા પાડવાની તૈયારી બતાવેલ છે.

(3:32 pm IST)