Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ઘંટેશ્વરના માલુબેન પર પૈસા મામલે બનેવી, ભાણેજ સહિતનો પથ્‍થરમારો

 રાજકોટ તા. ૨૪: ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં માલુબેન હીરાભાઇ ભાટી (મારવાડી) (ઉ.૫૦)ને તેના બનેવી ધરમશી અમરા, તેના પુત્ર ઇશ્વર ધરમશી અને ભાઇ વાલા અમરાએ મળી ઢીકાપાટુનો માર મારી પથ્‍થરમારો કરી ઇજા કરતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

માલુબેનના કહેવા મુજબ તેણે બનેવી ધરમશીને રૂા. દસ હજાર ઉછીના આપ્‍યા હતાં. આ રકમ પાછી માંગતા તેણે પુત્ર અને ભાઇ સાથે મળી ઝઘડો કરી મારામારી કરી હતી.

(1:41 pm IST)