Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રાજકોટમાં શનિ-રવિ સબ જુનિયર- જુનિયર સ્‍ટેટ એકવેટિક ચેમ્‍પિયનશીપ

૧૫૦ તરવૈયાઓ ભાગ લેશેઃઆ સ્‍પર્ધામાંથી ગુજરાતની ટીમનું સિલેકશનઃ રાજકોટ ડિસ્‍ટ્રીકટ સ્‍વીમીંગ એસો. દ્વારા આયોજન

રાજકોટ : તા.૨૪ :  રાજકોટ ડીસ્‍ટ્રીક સ્‍વીમીંગ એશોસીએશનના પ્રમુખ તથા માજી મંત્રીશ્રી ઉમેશ રાજયગુરુ તથા સેક્રેટરી  શ્રી બંકિમ જોષી (સ્‍વીમીંગ કોચ,રા.મ્‍યુ.કોર્પો ની યાદી જણાવે છે કે તા. ૨૮ અને ૨૯ (શનિ-રવિ) રાજકોટના આંગણે સબ જુનીયર/જુનીયર સ્‍ટેટ એકવેટિક ચેમ્‍પિયનશીપ-૨૦૨૨ નું આયોજન કરાયું છે

સ્‍ટેટ કક્ષાની આ સ્‍પર્ધામાં ભાગ લેવા અલગ અલગ શહેરોમાંથી ૩૫૦ જેટલા ભાઇઓ-બહેનો ખેલાડીઓ સ્‍વીમીંગ, વોટરપોલો અને ડાઇવિંગના ગુજરાતના સારામાં સારા ખેલાડીઓમાં જેની ગણના થાય છે. તેવા તેમજ રાષ્‍ટ્રીય સ્‍તર સુધીમાં ખુબજ સારો દેખાવ કરેલ હોય તેવા ખેલાડીઓ પણ આ સ્‍પર્ધામાંથી આગામી સમયમાં રાજકોટ ખાતે યોજાનાર ૩૯મી જુનિયર નેશનલ એકવેટિક ચેમ્‍પિયનશીપઞ૨૦૨૨ નું ગુજરાતની ટીમનું સિલેકશન પણ આ સ્‍પર્ધામાંથી થવાનું છે.

આ સ્‍પર્ધાના ઉદ્‌ઘાટન તા. ૨૮ ના શનિવારે સાંજે ૪ વાગ્‍યે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍નાનાગાર કોઠારિયા રોડ,રાજકોટ ખાતે થશે.

આ સ્‍પર્ધાના મુખ્‍ય મહેમાન તરીકે શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઇ ડવ, અતીથી વિશેષ તરીકે ડે.મેયર શ્રી દર્શીતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્‍કરભાઇ પટેલ, સાશક પક્ષ નેતા વિનુભાઇ ઘવા, દંડક શ્રી સુરેન્‍દ્રસિંહ વાળા વિ. ઉપસ્‍થિત રહેશે.આ સ્‍પર્ધામાં રાજકોટ ડીસ્‍ટ્રીક સ્‍વીમીંગ એશોસીએશનના પ્રમુખ અને પૂર્વ મંત્રી શ્રી ઉમેશભાઇ રાજયગુરુના માર્ગદર્શન હેઠળ , સેક્રેટરી બંકિમ જોષી(સ્‍વીમીંગ કોચ,આર.એમ.સી) નીરજભાઇ દોશી, દિનેશભાઇ હાપાણી, પ્રકાશ કલોલા, મયુરસિંહ જાડેજા, મોેલીક કોટીચા, હિરેનભાઇ ગોસ્‍વામી, ભગવતીબેન જોષી, હિરવા કોટેચા, હનીબેન જોબનપુત્રા, જયશ્રીબેન વાકાણી, યશ વાકાણી, યશ વાકાણી, દિવ્‍યેશ ખૂટ, વિજય ખૂટ, ભરત કિયાળા, અમિત સાકરિયા, નિમિષ ભારદ્વાજ, જય લોઢીયા, સંજયભાઇ  વઘાશિયા, સાગર કકકડ, અશોકભાઇ અઢિયા, પ્રતાપ પરમાર, પ્રતાપ અઢિયા, સાવન પરમાર, અવની સાવલિયા, અમિતભાઇ સોરઠીયા, દર્શન જોષી, જીજ્ઞેશ રામાવત તથા ભૂતપૂર્વ/વર્તમાન સ્‍વીમીંગ ખેલાડીઓ તથા વાલીઓ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:21 pm IST)