Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

બાબરીયા કોલોનીના કવાર્ટરમાંથી ત્રણ અને રેલ્વે સ્ટેશન પાસે ઘોડીપાસા રમતા ચાર ઝડપાયા

ભકિતનગર અને પ્ર.નગર પોલીસનો દરોડોઃ ૧૪ હજારની રોકડ કબ્જે

 

 

રાજકોટ તા.ર૪: બાબરીયા કોલોની  આર.એમ.સી.ના કવાર્ટરમાં ભકિતનગર પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને તથા રેલ્વે સ્ટેશન પાસે પ્ર.નગર પોલીસે ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બાબરીયા કોલોની પાસે આર.એમ.સી.ના કવાર્ટરમાં જુગારધામ ચાલતુ હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. દીલીપભાઇ બોરીચા, સંજયભાઇ ચાવડા, કોન્સ. વિશાલભાઇ દવે અને પુષ્પરાજસિંહ ગોહિલને બાતમી મળતા આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં.૭ કવાર્ટર નં.૫૩૧ માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કવાર્ટર માલિક ગોવિંદ રણછોડભાઇ સાપરીયા, સીતારામ સોસાયટી શેરી નં.૫ ના નિર્મળ રાયધનભાઇ જળુ અને કોઠારીયા મેઇન રોડ ન્યુ સાગર શેરી નં.૩ ના રાજુ બાબુભાઇ વાઘેલાને પકડી લઇ રૃા.૧૦,૧૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એન.રાયજાદા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

વરલીનો જુગાર

રમતો ચુની પકડાયોઙ્ગ

એંસી ફુટ રોડ પર નહેરૃનગર રોડ પટેલ ચોક પાસે રામેશ્વર વાડીની બાજુમાં ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. ડી.કે.ખાંભલા, કોન્સ. વાલજીભાઇ જાડા સહિતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતોઙ્ગચુની બટુકભાઇ રામોલીયા (ઉ.વ.૪૭) (રહે. ગુરૃ કૃપા સોસાયટી, શેરી નં. ર) ને પકડી લઇ રૃા.૨૧૫૦ ની રોકડ કબ્જે કરી હતી.

(3:08 pm IST)