Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રીક્ષાનું ભાડુ ન ચુકવી ચાલકનો મોબાઇલ ઝુંટવી ગઠીયો છનન..

ચાલક બરકત પરમારની ફરિયાદઃ આણંદપર રોડ મામાવાડી પુલ પાસે બનાવઃ કુવાડવા પોલીસે એકને ઝડપી લીધો

રાજકોટ તા.ર૪: નવાગામ આણંદપર રોડ મામાવાડી જવાના રસ્તે પુલ પાસે રીક્ષામાંથી ઉતરી ભાડુ ન ચુકવી ગઠીયો  ચાલકનો મોબાઇલ ઝૂંટવી નાશી જતા કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દુધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાટરમાં રહેતો રીક્ષા ચાલક બરકત મહંમદભાઇ પરમાર (ઉ.વ.૧૮) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે બે દિવસ પહેલા પોતાની જીજે-૧૩એટી-૪૮૨૯ નંબરની રીક્ષા લઇને કુવાડવા રોડ પર હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક આશરે ૩૫ વર્ષના અજાણ્યા શખ્સે રીક્ષા રોકી 'નવાગામ બસ સ્ટેશન જવુ છે' કહેતા પોતે તેને રૃા.૧૦૦ ભાડુ નક્કી કરી તેને રીક્ષામાં બેસાડી તેને મુકવા જતો હતો. નવાગામ બસ સ્ટેશન પાસે પહોંચતા તેને પોતાને રીક્ષા થોડે આગળ લેવાનું કહેતા પોતે મામાવાડી જવાના રસ્તે પુલ પાસે પહોંચતા તે શખ્સે રીક્ષા ઉભી રખાવી હતી અને તેણે રીક્ષામાંથી ઉતરી ભાડુ આપવાની ના પાડી ઝઘડો કરી રીક્ષામાં આગળના ભાગે રાખેલો રૃા ૧૫૦૦૦ ની કિંમતનો મોબાઇલ ઝૂંટવી ભાગી ગયો હતો.

આ બનાવની કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે બરકત પરમારની ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ. એન.આર.વાણીયા સહિતના સ્ટાફે એક શખ્સને પકડી લઇ પૂછપરછ હાથ ધરી છે.

(3:10 pm IST)