Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મહિલા કોલેજ અન્‍ડરબ્રિજ પાસે એક્‍ટીવાની ઠોકરે ટુવ્‍હીલર ચડતાં ત્રણ છાત્રાને ઇજા

હેતલ, પૂજા અને આરતી નીટના ક્‍લાસીસમાં જતી હતી

રાજકોટ તા. ૨૩: કાલાવડ રોડ મહિલા કોલેજ અન્‍ડર બ્રિજ પાસે ટુવ્‍હીલરને એક્‍ટીવાનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ટુવ્‍હીલર પર બેસીની ક્‍લાસીસમાં જઇ રહેલી ત્રણ છાત્રાને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. જેમાં બેને દાખલ કરવી પડી હતી.

જાણવા મળ્‍યા મુજબ પેડક રોડ રાજારામ સોસાયટીમાં રહેતી હેતલ જેન્‍તીભાઇ હાંડા (ઉ.૧૮) અને આરતી કિશોરભાઇ સિતાપરા (ઉ.૧૮) બંને પૂજાના ટુવ્‍હીલરમાં બેસીને જઇ રહી હતી ત્‍યારે ત્‍યારે મહિલા કોલેજ અન્‍ડરબ્રિજ પાસે એક્‍ટીવા ચાલકે ઠોકરે લેતાં ત્રણેય ફંગોળાઇ જતાં હેતલ અને આરતીને હાથે પગે ઇજાઓ થઇ હતી. પૂજાને મુંઢ ઇજા થઇ હતી. હેતલ અને આરતીને સિવિલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. ત્રણેય છાત્રા ધોરણ-૧૨માં ભણે છે અને નીટના ક્‍લાસીસમાં સાધુ વાસવાણી રોડ પર જઇ રહી હતી.

(3:22 pm IST)