Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ચેક રિટર્નના કેસમાં આરોપી પિતા-પુત્રને નિર્દોષ ઠરાવીને છોડી મુકવા કોર્ટનો હુકમ

રાજકોટ તા.૨૪: ચેક રીટર્નના કેસમાં પિતા-પુત્રને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટમાં બાલાજી એન્‍ટરપ્રાઇઝ સમીર મનુભાઇ સોરઠીયા, પંચેશ્વર એસ્‍ટેટ,  પિતૃ પાનની ઉપર, એન્‍જલ મોટર સામે, અટીકા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયા ફાટક પાસે, રાજકોટવાળાએ સાવલીયા જીેજ્ઞેશ  મનસુખભાઇ તથા સાવલીયા મનસુખભાઇ ગોરધનભાઇ ઠે. સોરઠીયાવાડી શેરી નં.૭/૧૩, જે.કે.મોલવાળી શેરી, કોઠારીયા મેઇન રોફ, રાજકોટવાળા વિરૂધ્‍ધ અલગ અલગ  બે ચેક રીટર્ન થતા નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ મુજબ રાજકોટના એડી.ચીફ જયુડી. મેજી. કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરેલ.

ફરીયાદી સમીર મનુભાઇ સોરઠીયાએ જણાવેલ કે તેઓએ આરોપી જીજ્ઞેશભાઇ મનસુખભાઇ સાવલીયાને રકમ રૂા.૫૦,૦૦૦/- તથા તેના પિતા મનસુખભાઇ ગોરધનભાઇ સાવલીયાને રૂા.૧,૫૦,૦૦૦/- નાણાંની જરૂરીયાત ઉભી થતાં હાથ ઉછીના વગર વ્‍યાજે આપેલ હતા, જે બદલ બંને આરોપીએ પોતાની અલગ અલગ બેંકના ચેકો ફરીયાદીને આપેલ જે ચેક ફંડ ઇનસફીસીયન્‍ટના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ તા.૦૧/૦૩/૨૦૧૯ના રોજ તેના વકીલ મારફતે બંને આરોપીને ડીમાન્‍ડ નોટીસ આપેલ જે નોટીસ આરોપીને બજી ગયેલ તેમ છતા આરોપીઓએ ચેકની વિગતે ફરીયાદીને માંગ્‍યા મુજબની રકમ ચુકવેલ ન હોય ફરીયાદીએ બંને આરોપીઓ વિરૂધ્‍ધ નેગોસીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ મુજબ ગુનો કરેલ હોય આરોપીઓ સામે કાર્યવાહી ચલાવી યોગ્‍ય નશીયતે પહોંચાડવા તથા ચેક મુજબની લેણી રકમ વસુલ અપાવવા કોર્ટમાં કેસ દાખલ કરેલ.

આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ મુજબ ફરીયાદી પોતાનુ કાયદેસરનું લેણુ સાબીત કરવામાં સદંતર નિષ્‍ફળ ગયેલા. આરોપી પક્ષે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જો કોઇ ચેક એડવાન્‍સ સીક્‍યુરીટી પેટે લેવામાં આવે તો જે વખતે ચેક વટાવવામાં આવે ત્‍યારે તે લેણુ અસ્‍તિત્‍વમાં હોવુ જોઇએ અને તે સાબીત કરવાની જવાબદારી ફરીયાદ પક્ષે છે, તે હકીકત ફરીયાદ પક્ષ સાબીત  કરવામાં સદંતર નિષ્‍ફળ નીવડતા અલગ અલગ હાઇકોર્ટના ચુકાદાઓ તથા આરોપી પક્ષે વિગતવાર દલીલ કરવામાં આવતા નામદાર કોર્ટે બંને આરોપી પક્ષે વિગતવાર દલીલ કરવામાં આવતા નામદાર કોર્ટે બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો  હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી જીજ્ઞેશ મનસુખભાઇ સાવલીયા તથા મનસુખ ગોરધનભાઇ સાવલીયા તરફે યુવા ધારાશાષાી કિશન એમ. જોશી, ઘનશ્‍યામ જે. પટેલ તથા હર્ષ ત્રિવેદી રોકાયેલા હતા.         

(4:30 pm IST)