Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની નવી સીન્‍ડીકેટઃ કુલપતિ ભીમાણીના સૂરમાં સૂર મિલાવશે

રાજકોટ, તા. ૨૪ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની લાંબા સમય બાદ આજે સીન્‍ડીકેટ મળી રહી છે. ગઈકાલે છેલ્લા ૫ વર્ષથી કાર્યરત સેનેટની મુદ્દત પૂર્ણ થઈ છે. ગઈકાલે ૭ સીન્‍ડીકેટ સભ્‍ય સહિત ૪૫થી વધુ સેનેટ સભ્‍યોની મુદ્દત પૂર્ણ થઈ છે. પરિણામે ૭ સીન્‍ડીકેટ સભ્‍યો તેના નિヘતિ સમયકાળ પૂર્વે યુનિવર્સિટીના સત્તામંડળમાંથી નિવૃત થયા છે.
ભાજપના મેહુલ રૂપાણી, ભાવિન કોઠારી, ભરત રામાનુજ, નેહલ શુકલ, હરદેવસિંહ જાડેજા સહિત ૭ સભ્‍યોની મુદ્દત પૂર્ણ થઈ છે. હવે આ સીન્‍ડીકેટ સભ્‍ય  ભૂતપૂર્વ બની ગયા છે. પરંતુ જે રીતે તેમના છેલ્લા ૩ માસનો કાર્યકાળ કપરો બની રહ્યો હતો.
આજથી નવી સીન્‍ડીકેટમાં ગીરીશ ભીમાણી ઉપરાંત રાજેશ કાલરીયા, દક્ષાબેન ગોહીલ, અનિરૂદ્ધસિંહ પઢીયાર, વિમલભાઈ પરમાર, ધરમભાઈ કાંબલીયા, પાર્થિવભાઈ જોષી, મહેશભાઈ ચૌહાણ અને કલાધરભાઈ આર્ય છે. હાલના ૮ સીન્‍ડીકેટ સભ્‍યોમાં એકાદ-બે સીન્‍ડીકેટ સભ્‍યો ખુલીને બોલી શકે તેવા છે. અન્‍ય સીન્‍ડીકેટ સભ્‍ય માત્ર સુરમાં સુર મિલાવવા જ ઉત્‍સુક રહેશે તેમ જાણવા મળે છે

 

(3:23 pm IST)