Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પ્રહલાદ રોડ વિસ્તારમાં યુરિનલ દૂર ન કરવા રજુઆત

વેપારીઓ દ્વારા મેયરને આવેદન પત્ર પાઠવાયું

રાજકોટ, તા. ર૪ :  શહેરના વોર્ડ નં. ૭માં પ્રહલાદ રોડ શેરી નં. ર૧ ખૂણે આવેલ યુરીનલ દૂર ન કરવા પ્રહલાદ મર્ચન્ટ એશોસીએશન દ્વારા મેયરને આવેદન પાઠવી આ અંગે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

આ અંગે પ્રહલાદ મર્ચન્ટ એશોસીએશન દ્વારા પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, પ્રહલાદ રોડ પર શેરી નં. ર૧ ના ખુણે આપેલ યુરિનલ છેલ્લા ૭૦ વર્ષથી પબ્લીક યુઝ માટે કાર્યરત છે. યુરિનલનો ઉપયોગ પ્રહલાદ રોડ, આશાપુરા રોડ, આ દિગ્વીજય રોડ અને ભુપેન્દ્ર રોડ ના વેપારી વર્ગો ઉપયોગ કરે છે. અને બજારમાં  આવતા લોકો પણ આ યુરિનલની સુવિધાનો લાભ લે છે.

રાજકોટ શહેરમાં જાહેર શૌચાલય (યુરિનલ) ની સંખ્યા જુજ છે. તેમાપણ જો આર.એમ.સી. દ્વારા જો આ યુરિનલ દૂર કરવામાં આવે તો વેપારીઓ અને જાહેર જનતાને ખુબ જ મુશ્કેલી પડે તેમ છે. આ અંગે વેપારીઓએ યોગ્ય કરવા માંગ કરી છે.

(3:54 pm IST)